________________
૩
]
'' જાવા અને કડિયા
[૧૯
આબોહવાના દબાણને વશ થઈ વેરાવળમાં આવી પડેલાં કેટલાંક બંગાળા કે બોટનાં વહાણોને લૂટયાં, રાજાએ કહ્યું: “મારા પુત્ર, મહામહેનતે આપણે રાજવી કક્ષાના ચાવડા થવા મથતા હતા; તમારો લોભ આપણને ચારે તરીકેના આપણા જૂના ઉપનામ પર પાછા ફેકે છે.) યોગરાજે સ્વસ્થ થવા ના પાડી ને ચિતારોહણ કર્યું (Dr. Bhagvanlal's History, 154). આ વાત દૃષ્ટાંતકથા હોવાનું જણાય છે. ચાંચિયાગીરી નાબૂદ કરવાના યોગરાજના પ્રયત્નોએ જાટ લોકોના મોટા સમૂહને ગુજરાતના દરિયાકિનારાઓથી હાંકી કાઢવા લાગે છે. ઈ. સ. ૮૩૪-૩૫ માં ઇગ્ન અથીર (ઈ. સ. ૮૩૪) મુજબ, દુજાથ કે જાટ લોકોથી ભરેલો કાફલો તાઇગ્રિસ નદી પર ઊતર્યો, તેઓને અટકાવવા માટે ખલિફાતનું સઘળું સૌન્ય માલવું પડેલું. જે મુસ્લિમોના હાથમાં પડવા તેઓને ગ્રીક સામ્રાજ્યની સીમા પર આવેલ અનારબે તરફ મોકલવામાં આવ્યા. દંતકથામાં જણાવ્યા મુજબ, ચાવડા રાજાના જે પુત્રોને, અર્થાત ચીરો મેરો અને ગુજરેને એમણે હાંકી કાઢેલા તે જાટ લોકો કરતાં ચાંચિયા તરીકે ઓછા ભયાનક નીવડવા નહિ.
1 ઉત્તરના લોકોની અંતભૂમિ જાતિ નાવિકત્વને કેવી તત્પરતાથી જીતે છે એના દષ્ટાંત તરીકે પિન્ટસના કૅન્કોને સરખાવો, જે લગભગ ઈ. સ. ૨૭૯ માં થોડાં વર્ષોમાં પિરસથી ભૂમધ્યનાં બંદરો તરફ પસાર થયા ને જેણે પોતાની પાછળ ગ્રીક સફરની હદરૂપ માલ્યાને છોડીને જિબ્રાલ્ટર થઈને બાટિક તરફ સફર કરી ( Gibbon. I. 404–405).
લગભગ ૫૦ વર્ષ પછી, ઈ. સ. ૮૯૨ માં, અલ-બિલાદુરી, દરિયાઓ ઉપર ફરી વળતા ચાંચિયાઓ તરીકે મેર લોકોને અને સૌરાષ્ટ્ર અર્થાત્ દેવપાટણ કે સોમનાથના જે લોકો ચોર કે ગુજર હતા તેમને વર્ણવે છે.*
* Reinaud's Memoire, Sur L'Inde, 200. ચોરવાડ અર્થાત વેરાવળ અને માંગરોળ પાસેના પ્રાચીન ચૌર કે ચાપ દેશના વેપારીઓ હાલ મુંબઈમાં થાપડિયાઓ તરીકે જાણીતા છે. ચાપડિયાની પ્રાપ્ત સમજૂતી એમના મોટા અને ભારે શિરોવસ્ત્રના ઉપહાસાત્મક ઉલ્લેખમાં કહેવાય છે તેમ છાપરાવાળા માણસો છે, પરંતુ પોરબંદરનું શિરોવસ્ત્ર ખાસ મોટું નથી તેમ લાવણ્ય વગરનું નથી તેથી એ પ્રચલિત ખુલાસો શ્લેષ કરતાં વધુ ભાગ્યેજ હોઈ શકે. આ સૂચવે છે કે “ચાપડિયા” નામ જેઓએ વળી પોતાનું નામ ચાંપાનેરને આપેલું તે ગુર્જરોની પ્રાચીન ચાપ જનજાતિની નિશાની છે. ચૌરોનું એ રાતા સમુદ્રમાંથી આવેલા હોવાની અનુકૃતિઓ સાથે અને સામુદ્રિક અરબસ્તાન તરીકે ડે કરેલું વર્ણન (Western India, 250, 256) સોકેત્રાને બદલે શંખોદ્ધાર એટલે કે દ્વારકાની ઉત્તરે આવેલો ટાપુ ઘટાવવાનું પરિણામ છે.
બિલાદુરી (Reinaud, Sur L'Inde, 169) આગળ જતાં નેધે છે કે ઈરાની અને અરબોએ જે જાતની વસાહત હિંદમાં કરેલી તે જ જાતની વસાહત જાટ અને બીજા હિંદીઓએ ઈરાનમાં કરી હતી. ૯ મી અને ૧૦ મી સદીઓ દરમ્યાન જે ગુજરાત રાજ્ય જાવામાં સ્થપાયું હતું તે સત્તાની ટોચે હતું (Ditto, Abulfeda,