________________
૨ જુ] ચીકે અને રેમનેએ નિરૂપિત પશ્ચિમ ભારત ગલ્લસ (અભિલેખેમને મિહિર કુલ) છે, જે ૧,૦૦૦ હાથીઓ અને અનેક ઘોડેસવાર લઈ વહે ચડે છે અને લોકો પાસેથી ખંડણી વસૂલ કરતો ભારત ઉપર જુલ્મ વર્તાવે છે. એનું લશ્કર એટલું મોટું હોવાનું કહેવાય છે કે એક વખતે ઘેરે ઘાલેલા એક નગરની આસપાસની ખાઈનું પાણી પી જઈને એણે એ સૂકવી નાખી હતી અને કોરા પડેલા કાદવમાં થઈએણે કૂચ કરી હતી.
પિતાના ૧૧ મા ગ્રંથમાં કેસમસ ભારતનાં રાની પશુઓને થોડેક વૃત્તાંત આપે છે, પણ એની કૃતિના આ ભાગની અહીં નોંધ લેવાની જરૂર નથી.
ઈ. સ. ૬૪૧-૪૨ માં આરબોએ મિસર ઉપર જીત મેળવી એને કારણે સામ્રાજ્ય સાથેની જૂની સંબંધરેખા કપાઈ ગઈ તે પહેલાંના ભારતની આ છેલી ઝાંખી છે.