________________
'''
સૌય કાલથી ગુપ્તકાલ
૧૦]
[પ્ર..
અન્વેષક પેાતાના પ્રશ્નના સ્પષ્ટતાથી વિચાર કરી લે. પછી (1) પેાતાના વિષય પરત્વે અનિવાર્ય જ્ઞાપક સાધને (documents) શેાધી લે, (૨) આ શેાધેલાં જ્ઞાપાનું પૃથક્કરણ કરી વિવેચન કરે, (૩) વિવેચિત સામગ્રીની ચાળણી કર્યા પછી એનું વિવરણ—સ્પષ્ટીકરણ કરે, (૪) એને સજાતીય શ્રેણીઓમાં સંકલિત કરે અને દરેક શ્રેણીમાં કાલક્રમ પ્રમાણે હકીકતાનું વર્ગીકરણ કરે, અને (૫) છેવટે શ્રેણીની અંદર પરસ્પર સબધાને તપાસી સતત થતી ક્રિયા-પ્રક્રિયા –પરસ્પર થતી આંતરક્રિયા તપાસે. અન્વેષણની આ ક્રિયાએ એક પછી એક થાય છે એવું કંઈ નથી; કેટલીક સાથે, તેા કેટલીક આગળ-પાછળ થાય; પરંતુ આવી રીતે વિગતા નિીત કરવી અને તેઓને સંકલનમાં મૂકવી એ ઐતિહાસિક માટે આવશ્યક છે. આ પહેલી ભૂમિકા પછી જ કાય કારણના સંબંધેા શેાધવાના ઊંડા પાણીમાં એને ઊતરવાનું હેાય છે. ઘણાં સ્થળેાએ પહેલી ભૂમિકાથી સ ંતાપ. માનવા પડે અથવા પહેલી ભૂમિકા પણ ઠીક પ્રાપ્ત ન થાય.
ભારતના અને ગુજરાતના પ્રતિહાસમાં કેટલીક બાબતેમાં અદ્યાપિ પહેલી ભૂમિકા બરાબર પ્રાપ્ત કરવામાં મુશ્કેલીએ છે, તેપણ છેલ્લા સૈકામાં પ્રતિહાસના અન્વેષણુકા માં ઘણી પ્રગતિ થઈ છે, અને તેથી જ સળંગ ઋતિહાસા લખવાના ઉપક્રમેા થઈ શકયા છે. અખિલ ભારતના ઇતિહાસમાં આવેા મહત્ત્વના ઉપક્રમ. વિન્સેન્ટ સ્મિથે એના અલી હિસ્ટરી ઑફ દૃન્ડિયા''માં કર્યાં, અને એ પહેલાં ગુજરાતના સળંગ પ્રાચીન ઇતિહાસ માટે ડૉ. ભગવાનલાલ ઇંદ્રજીએ આપેલી. સામગ્રીના આધારે “આમ્બે ગેઝેટિયર, વો. ૧, પાર્ટ ૧'માં થયા.
આ ચીલે આગળ વધવાના આ ઉપક્રમમાં પ્રયત્ન છે.