________________
૨ જુ]
ચીકે અને રોમનોએ નિરૂપિત પશ્ચિમ ભારત
[૪૩૧
હતો, જેણે પાછળથી ભારતવાસીઓની પરાપૂર્વથી ચાલી આવતી પ્રણાલી પ્રમાણે એથેન્સમાં અગ્નિનાન કર્યું હતું. એલચીખાતું ભરૂચથી આવ્યું હતું અને અંતિઓ થઈ પસાર થયું હતું એ હકીકત એમ દર્શાવે છે કે એણે ઈરાનના અખાતનો માર્ગ લીધો હતો. જે લાંબા સમય સુધી વેપારને મુખ્ય માર્ગ રહ્યો હતો પરિ. ૫. ૩૬ છે. જે આ એલચીખાતું ભરૂચના વેપારીઓએ ઉભી કરેલી નરદમ વાણિજ્યિક કલ્પનાલીલા ન હોય તો જે રાજ પોરોસની હેઠળ ૬૦ : ખંડેયા રાજા હતા તે ભારતીય-શિક કેલેકદફીસ, જે પરસના જૂના રાજય પર તેમજ વાયવ્ય હિંદના બીજા ઘણા મુલક પર સત્તા ધરાવતે, તેનાથી એ બીજે શી રીતે હોઈ શકે એ સમજવું મુશ્કેલ છે. જે આ સાચું હોય તો એ એમ દર્શાવે છે કે આપણી સનના આરંભ કાળે ભારતીય-શક સત્તા દક્ષિણમાં છેક ભરૂચ સુધી વિસ્તરી હતી. એલચીખાતાએ ઇરાનના અખાતવાળે ભાગ લીધો અને એને ઉદેશ રોમન સામ્રાજ્ય સાથે વાણિજિયક સંબંધ ચાલુ કરવાનો હતો એ હકીકત એમ બતાવતી જણાવે છે કે આ સમયે ભરૂચ અને રાતા સમુદ્ર ઉપરનાં મિસરી બંદરો વચ્ચે સીધો વાણિયિક સંબંધ ન હતો. એમ છતાં એમ જણાવે છે કે એના સમયમાં અરબી અને ભારતીય માલસામાન રાતા સમુદ્ર પરના ભસ હારમાસ( રાસ અબુ સમર પાસે થી નાઈલ નદી ઉપરના કોતર ધાં કટ લઇ જવાત હતા (૧૭. 1. ૫ અને ૧૬. ૪. ૨૮ અને તાલીઓના સમયમાં “સામુદ્રધુનીઓમાંથી બહાર પડીને રાતના સમુદ્ર વાટે માંડ ૨૦ વડા સફરે નીકળવાનું સાહસ કરતાં હતાં,
જ્યારે પોતાને દિવસોમાં મિએસ હોરમોસથી ભારત સુધી અને દથિઓપિયાના મુખ્ય ભૂમિપ્રદેશ સુધી ૨૦ જેટલાં વહાણોને મોટો કાલે સફરે નીકળી શકતે, એ રીતે ભારતીય વેપારમાં થયેલા વધારાનું એ વિસ્તારથી વર્ણન કરે છે (૨. ૫. ૧૨ અને ૧ ૫ ૧. ૧૩). એમ લાગે છે કે આ સ્થાને આપણે પ્તિનીના ભારતીય વેપારના બીજ કાલ સાથે પ્રસંગ પાડવાનો છે, જયારે સિગેરસ (સંભવતઃ જીરા) એ મિસરના વહાણવટીનું લક્ષ્ય હતું ( જુઓ નીચે). આ વિગતો ચૈબાએ મિસરમાં પિતે ઇલિયસ ગેલસ સાથે રહ્યો ત્યારે જાણી હતી, પણ એ એના સમકાલીન દિઓદેરસને અજ્ઞાત હતી. દિઓદરસે ભારત વિશે પિતાનો વૃત્તાંત પૂર્ણ પણે મેગેનિસમાંથી તારવ્યો હતો ( દિઓદો. ૨. ૩-૪ર) અને એને પૂર્વ વિશે, હોન્ડયન આર્કિપેલેગોમાંના એક ટાપુ(બાલી, લામેન અનુસાર ના, અનિત સમયવાળા જંબૂલસ નામના માણસે કહેલી
* અર્થોન ઇવી. – સં.