________________
૧ લું] સિંહપુરને સિંહલ વંશ
[૪ર૩ પર. એ બંદર વલભી કે હસ્તવપ્ર હોઈ શકે. વલભીને ઉલ્લેખ પાણિનિના ગણપાઠ (૪-૨-૮૨) માં આવે છે (હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧, પૃ. ૧૬૭); હસ્તવપ્રને ઉલ્લેખ Periplus(૧ લી સદી)માં આવે છે. (એજન, ભાગ ૨, પરિશિષ્ટ પૂ. ૩૨).
હાલ ભાવનગરની ખાડી તરીકે ઓળખાતી ખાડી ત્યારે વલભી સુધી અંદર લંબાઈ હતી એ ખાડી સિહોરથી બારેક માઈલ જેટલી જ દૂર હોય.
૫૩. એતિહાસિક કાલના ભારતીય રાજવંશોમાં ચોથી સદી સુધીમાં “સિંહ”નામાંત માત્ર પશ્ચિમી ક્ષત્રપોના વંશમાં જ પ્રયોજાયેલ છે એ હકીકત આ સંદર્ભમાં લક્ષમાં લેવા જેવી ગણાય.
47. A. S. Altekar, History of Important Ancient Towns and Cities in Gujarat and Kaihiawad, p. 46
44. W. Geiger, The Mahāvamsa or the Great Chronicle of Ceylon, Introduction, pp. xx-xxi
૫૬. આ નામ અરબી “સરનવીર” અને ફિરંગી Ceilao દ્વારા વર્તમાન “સિલાન” તરીકે રૂપાંતર પામ્યું છે.