________________
૧૪].
મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પાર.
આ જ વર્ષે (૧૯૨૭માં) કુંવર શિવનાથ સિંઘ સેનગારે રાજપુત્ર વિજય વંગથી મગધના માર્ગ પર આવેલ ==ાઢ પ્રદેશમાંથી સિલોન ગયેલે, પરંતુ એ પછી ૮૦૦-૧૦૦૦ વર્ષે લખાયેલ દીપસ તથા મહાવંસમાં રાઢસિલેનના સીધા સમુદ્રમાર્ગને બદલે એ સમયને સુપરિચિત ભરુકચ્છ-શર્મારકસિલેનને સમુદ્રમાર્ગ કાપી લેવામાં આવ્યો એવું પ્રતિપાદિત કર્યું છે, એટલું જ નહિ, વિજય સેનગાર રાજપૂત જાતિને હતો એવું પણ સૂચવ્યું છે, કેમકે શૃંગી ઋષિના કુલમાં જન્મેલા તેઓના પૂર્વજે આગળ જતાં અંગ દેશમાંથી રાઢ દેશમાં ગયેલા ને એમાંનો જ ઉફે વિજય નામે એક પૂર્વજ સિલોન ગયેલે એવી અનુશ્રુતિ સેનગાર લોકોમાં પ્રચલિત છે.૩૦
૧૯૩૩ માં મુહમ્મદ શાહિદુલ્લાહે સિલેનમાં પહેલી આર્ય–વસાહત કોણે વસાવી એ પ્રશ્નની છણાવટ કરતાં, દીપવંસ તથા મહાવંસમાંની વિગતમાં રહેલે કેટલેક ભેદ દર્શાવી, એ બંને કથાઓ એક જ મૂળમાંથી લેવાઈ હોઈ એ બેની વિગતેનું સંયોજન સૂચવ્યું ને એ અનુસાર વિજય વંગ-મગધ વચ્ચે આવેલા લાળ (રાઢ ) દેશના સિંહપુરથી નાગદીપ (જાફના), મહિલાદીપ (માલદીવ), શÍરક (સેપારી અને ભરુકચ્છ (ભરૂચ) થઈ પછી ત્યાંથી લંકા ગયો હોવાનું પ્રતિપાદિત કર્યું. આ સંદર્ભમાં એમણે એવી કલ્પના રજૂ કરી કે વિજયને પહેલાં લંકા જવાનો વિચાર નહિ હોય. પશ્ચિમ સમુદ્રમાં ચાંચિયાગીરી કરતાં એને દક્ષિણ સમુદ્ર તરફ પાછા ફરવું પડયું હશે ને કદાચ દરિયાઈ તોફાનને લઈને વહાણ તૂટી જતાં એને સિલોનમાં રહી જવાની ફરજ પડી હશે. વળી કલિંગનું સિંહપુર રાટ દેશના સિંહપુરમાં રહેલા એના વંશના માણસોએ પછી વસાવ્યું હશે ને ગુજરાતનું ત્રાટ નામ પણ કદાચ આ જાદ નામ પરથી પડયું હશે. આગળ જતાં લાટ ગુજરાત ના માણસો પણ સિલોન જઈ વસ્યા હશે, પરંતુ પહેલી આર્ય–વસાહત રાઢ(પશ્ચિમ બંગાળા)ના માણસોએ જ કરેલી. સિંહલી ભાષા રાઢ પ્રદેશની બેલી સાથે ઘણું સામ્ય ધરાવે છે એ મુદ્દો પણ આ અનુમાનનું સમર્થન કરે છે. ૩૧
૧૯૩૮ માં શ્રી. રસિકલાલ છો. પરીખે વ્યાનુરાસનની પ્રસ્તાવનામાં હેમચંદ્રનાં જીવન તથા સમયની પશ્ચાદભૂમિ-રૂપે ગુજરાતના ઇતિહાસનો પરિચય આપ્યો તેમાં સિલેનના “સિંહલદ્વીપ” નામ, ત્યાંની સિંહલી ભાષા અને એના આર્થીકરણનું મૂળ લાટ(ગુજરાત)ના સિંહપુરમાં રાજ્ય કરતા રાજા સિંહબાહુના પુત્ર વિજયમાં રહેલું હોવાનું પ્રતિપાદન કર્યું ૩૨ ને એના સમર્થનમાં શ્રી. રનમણિરાવની દલીલોને હવાલો આ.૩૩