________________
૧૭ મું]
શિલ્પકૃતિઓ
[૩૯૩
(૧૪) દેલતપુરનું મસ્તક અને ભિન્નમાલની વિષ્ણુની પ્રતિમાની સાથે સરખાવી શકાય તેવી પણ જરા વધુ ઊંચા પી–ઘાટના મુકુટવાળી વિષ્ણુની એક નાની ખંડિત પ્રતિમા સુરત જિલ્લાના તેના ગામમાંથી મળી છે તે પણ ક્ષત્રપકાલના અંતભાગમાં, ઈસ. ની ચોથી સદીમાં, બની હોય એમ લાગે છે.પ૮ આ પ્રતિમાની કટિ ઉપર મૂકેલા ડાબા હાથમા શંખ છે અને મથુરાની વિષ્ણુ– પ્રતિમાઓ તેમજ ભિન્નમાલની વિષ્ણુ–પ્રતિમા સાથે સરખાવી શકાય તેવી ઢબે હાથ ગોઠવેલ છે. ગળામાંની હાંસડી ગાંધાર શિપમાં મળતી હાંસડીની યાદ આપે છે. માથા પરનો મુકુટ મથુરાની એક સમયે ઈંદ્ર તરીકે ઓળખાયેલી અને હવે | વિષ્ણુપ્રતિમાની ઊંચી ટોપી જેવો છે. મુકુટની બે બાજુથી નીકળતી જવાળાઓ કે કિરણોની રચના વિષ્ણુ એ આદિત્યનું સ્વરૂપ છે એની સૂચક છે.
આમ રાજસ્થાનથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી ક્ષત્ર પકાલીન શિની એક પરંપરા ઉપલબ્ધ થઈ છે.
(૧૫) આ પરંપરાની એક નાની સ્ત્રી-આકૃતિ જેના માથા ઉપર નાગની ફેણ છે અને બાજુમાં એક નાની શિશુ આકૃતિ છે અને જે વડનગરના ખોદકામમાંથી મળેલી તે પણ ક્ષત્રપ અને ગુપ્તકાલના સંધિકાળની કે ક્ષત્રપાલના અંતકાળની લાગે છે.પ૯ ખોદકામમાં જે થરમાંથી આ નાનું શિપ મળ્યું છે તે થર આ જ સમયને હાઈ ઉપરનું અનુમાન લગ્ય ઠરે છે.
(૧૬) શામળાજી પાસે મે નદીના બંધના પાયા ખોદતાં નાગધરા નામના સ્થળેથી નદીમાં ઘણી ઊંડાઈએથી એક ધાતુશિલ્પ મળેલું, જે કોઈ મોટા ધાતુશિપની નીચેના ભાગનું ભારવાહક( Atlas નું શિલ્પ લાગે છે(પટ્ટ ૩૪, આ. ૧૦૨). આ શિલ્પ ઘણી રીતે અગત્યનું છે. ગાંધારનાં શિપોની યાદ આપતું આ ધાતુશિલ્પ નિષ્ણાતોના માનવા પ્રમાણે ગાંધારમાં નહિ, પણ સંભવતઃ આ જ પ્રદેશમાં બનેલું અને ક્ષત્રપકાલનું છે. આ શિલ્પ મળવાથી કોઈ પણ વિઠાન સહજ જ રીતે આશા રાખે કે દેવની મોરી અને શામળાજીમાં વધુ ખોદકામ થયાં હોત તો બીજાં ધાતુશિલ્પ પણ મળી આવત. ગુજરાતની પાષાણશિલ્પકળા જ નહિ, પણ ધાતુશિલ્પકળા પણ ઘણી વિકાસ પામેલી હતી એ આ શિલ્પ જોતાં સ્પષ્ટ થાય છે.
(૧૭) ક્ષત્રકાલમાં માટીકામની નાની મોટી મૂર્તિઓ પણ બનતી. દેવની મોરીના સ્તૂપમાંથી મળેલાં બુદ્ધની પ્રતિમાઓનાં માટીનાં ફલક તેમજ સ્તૂપના જુદા જુદા ભાગોના અલંકરણરૂપે કતરી અને પછી પકવેલી ઈટો પરની ફૂલ