________________
મૌર્યકાલથી ગુપ્તકાલ'
[પ્ર.. વાહન, ઈમારતો, મૂર્તિઓ, ચિત્ર, સિક્કાઓ, તામ્રપત્રો, અભિલેખે, પોથીઓ ઇત્યાદિ અવશેષરૂપે રહેલી વસ્તુઓને સમાવેશ થાય છે. આ અવશેષ વર્ણલિપિથી અંકિત હોય ત્યારે એ વાડ્મય સાધન પૂરું પાડે છે. કાલદર્શક સંખ્યાઓ (શબ્દોમાં કે અંકચિહ્નોમાં)થી અંકિત હોય ત્યારે કાલગણનાની સામગ્રી પૂરી પાડે છે.
વાડ્મય સાધન ઉપલબ્ધ ન હોય તેવા પ્રાચીન યુગો સુધી પહોંચતાં આવાં. ફક્ત પુરાવસ્તુકીય સાધને ઉપરથી જે સામાન્ય સાંસ્કૃતિક ઇતિહાસ અનુમિત. થાય તેવા ઈતિહાસને પ્રા-ઈતિહાસ (pre-history) અને આઘ-ઈતિહાસ (proto-history) એવાં નામ આપવામાં આવે છે. તેઓને પ્રાલેખન (pre-literary) એવી પણ સંજ્ઞા આપવામાં આવે છે. આ યુગના ઇતિહાસને વાડ્મય સાધનના મુખ્ય આધારે અનુમિત થતા ઈતિહાસથી જુદે પાડવા. આવી સંજ્ઞાઓ યોજાઈ છે.
આ વિષયમાં જગતના બધા પ્રદેશમાં સરખી સ્થિતિ હોતી નથી, એટલે એક પ્રદેશનો ઈતિહાસ-સમય બીજા પ્રદેશો માટે આદ્ય કે પ્રાઈતિહાસનો સમય હોય. જ્યાં લિપિ હોય છતાં ઊકલી ન હોય તેવા સિંધુ સંસ્કૃતિના ઈતિહાસયુગો એ આદ્ય-ઈતિહાસમાં જાય, ત્યારે એના સમકાલીન મિસર, સુમેર, બાબિલેન ઇત્યાદિના વૃત્તાંતો ઈતિહાસ-યુગમાં આવે.
બીજી પણ કેટલીક ઊણપ અમુક યુગને આદ્ય-ઈતિહાસને વિષય ગણવામાં કારણભૂત હોય છે. એમાં મુખ્ય કાલગણનાને અભાવ કે કાલને સહસ્ત્રોથી કે પંચશતીઓથી માપવાનું હોય એ ઊણપ છે. ટ્વેદ આદિમાં વાત્મય સાધન ભરપૂર છે અને એમાંથી વ્યક્તિ-વિશેષોને લગતો ઈતિહાસ પણ તારવી શકાયછે, પણ છતાં કાલનું માપ સહસ્ત્રોથી થતું હોય છે. એમ મહાભારત અને પુરાણ. તથા બૌદ્ધ ત્રિપિટક અને જૈન આગમોમાં ઈતિહાસ સાચવતી અનેક અનુકૃતિઓ હોવા છતાં તેઓનો કાલક્રમ બહુ લાંબા ગાળામાં જ મૂકી શકાય છે, એટલે એમાંથી તારંવાતો ઈતિહાસ આધ-ઈતિહાસમાં જાય; પરંતુ જેમ જેમ નવાં જ્ઞાપક પ્રગટ થતાં જાય તેમ તેમ પ્રાગૂ-ઈતિહાસ આધ-ઇતિહાસમાં અને આદ્ય-ઈતિહાસ ઈતિહાસમાં આવી જાય છે. (જુઓ પ્ર. ૨.)
વાડ્મય સાધનને વિચાર કરીએ ત્યારે એક હકીકત ધ્યાનમાં લેવી જોઈએ.. ભાણસની પાસે એનું વાચાનું સાધન તો એ માણસ થયો ત્યારનું છે, પરંતુ, શબ્દો ઉચ્ચારણ પૂરું થતાં વિલીન થઈ જાય છે, એટલે જ્યાં સુધી તેઓના