________________
-૧૭ મું ]
શિલ્પકૃતિઓ
[ ૩૭૭.
જડી આવ્યા છે. આમ પશ્ચિમ ભારતની શિલ્પસ્થાપત્યકલાના ઇતિહાસની ખૂટતી કડીઓ ધીરે ધીરે ઉમેરાતી જાય છે.
મૌર્યકાલનું નિઃશંક ગણાવી શકાય તેવું કોઈ શિલ્પ ગુજરાતમાંથી હજુ સુધી જડ્યું નથી રાજસ્થાનમાં રાટના ખોદકામમાં મૌર્ય ચળકાટવાળી પાષાણની છત્રીના ટુકડા મળ્યા છે. મધ્ય ગુજરાતમાં, કારવણ પાસે ટીંબરવાના ખેદકામમાંથી મળેલી માતૃકાની નાની મૂર્તિ કદાચ ઉત્તરમર્યકાલીન હશે? | ગુજરાતમાંથી શુંગકાલનાં શિલ્પ જડમાં નથી, પણ રાજસ્થાનમાંથી રેઢ,૪ સાંબર, લાલસાટ નગરી વગેરે સ્થળોએથી શુંગકાલીને માટીની નાની પ્રતિમાઓ અને પાષાણના સ્તંભો તેમજ સંકર્ષીણ અને વાસુદેવની પૂજા-શિલા પટ્ટના પ્રાકારના ઉલ્લેખ મળ્યા છે.૮ બેસનગર (વિદિશા) પાસેથી ગ્રીક રાજદૂત હિલિઓદરે પ્રતિષ્ઠિત કરેલ ગરુડધ્વજ પણ મળે છે. રાજસ્થાન અને ગુજરાતમાં કૃષ્ણ-પૂજા તેમજ પાંચરાત્ર- મત પ્રમાણેની વાસુદેવ-સંકર્ષણ આદિની પૂજાના અન્ય અવશેષ મળવા ઘણે સંભવ છે. વળી, ગુજરાતમાં ઈ. પૂ. પહેલા-બીજ સૈકાઓમાં ગ્રીકાનું (બેટ્રિયન ગ્રીકોનું રાજ્ય તેમજ એમની સીધી સાંસ્કૃતિક અસર હોવાનો પૂરેપૂરો સંભવ છે. સૈારાષ્ટ્રમાં અમરેલીના ખોદકામમાંથી દાઢીવાળા ગ્રીકની આકૃતિવાળી માટીની તકતી મળી છે. પશ્ચિમ ભારતની, ખાસ કરીને હાલના મહારાષ્ટ્રની ગુફાઓમાંના અભિલેખોમાં યવનોએ દાન કર્યાના ઉલ્લેખ આવે છે. અને કાલે નજદીક ધેનુકાકટમાં યવનેની વસ્તી હોવાનું કાર્લાના સ્તંભ પરના એક અભિલેખ ઉપરથી 'પષ્ટ થાય છે. ૧૦ આ ઉપરાંત ટોલેમીએ નોંધ્યા પ્રમાણે ભરૂચની બંદરગાહમાં ગ્રીક સિકકો વપરાશમાં ચાલુ હતા. પશ્ચિમી ક્ષત્રપોએ ગ્રીક દ્રા drachme ના અનુકરણમાં પોતાના સિક્કા પાડ્યા છે અને ગુજરાત-સૌરાષ્ટ્રમાંથી જુદાં જુદાં સ્થળોએથી એઉતિદ મેનન્દર વગેરે બાલિક ગ્રીકના સિકકા મળ્યા છે તે હકીકત તેમજ રાજસ્થાનમાં બૈરાટ વગેરે સ્થળોએથી વિવિઓકલી અપલદત, મેનેજર, અંતિલકિદ વગેરેના સિકકા મળ્યા છે એ બધી હકીકત જોતાં, અને પંતજલિએ જીવન મનિમ્ એવો કરે ઉલ્લેખ જેમાં ગુજરાત-રાજસ્થાનમાં તેમજ મહારાણમાં કાર્યા, જુન્નર, પિત્તલોડા વગેરે સ્થળે સુધી ગ્રીક પ્રજાની સીધી અસર માનવામાં કાંઈ જ હરકત નથી.
બ્રિટિશ અમલના અંત સુધી ગુજરાત રાજસ્થાનમાં કોઈ મોટાં અગત્યનાં સ્થળોએ ભાગ્યેજ ખોદકામ થયાં. અને એ પછી આજ સુધીમાં થયેલાં ખોદકામ પણ ગુજરાતના રાજકીય તેમજ સાંસ્કૃતિક ઈતિહાસની ખૂટતી કડીઓ મેળવવા