________________
૩૭૨] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. ૮૧. ડે. સાંકળિયા આ ગુફાઓને જન હોવાનું કહ્યું છે. Sankalia, op. cil, p. 53
૮૨. Ibid., p. 167 ૮૩. Ibid., p. 54
૮૪. જસદણના દરબારીશ્રીએ આપેલી માહિતી ઉપરથી પ્રસ્તુત ગુફા શ્રી છો. મ. અત્રિએ ઈ. સ. ૧૯૬૦ માં નોંધી છે.
૮૫. ગુજરાત સમાચાર, તા. ર૭-૮-૧૯૬૭; કે. કા. શાસ્ત્રી, “કરછના પ્રાચીન | ઈતિહાસમાં ડોકિયું', “પથિક” વર્ષ ૧, અંક ૧૦-૧૨, પૃ. ૩૧-૩૨
૮૬. કે. કા. શાસ્ત્રી, કચ્છના પ્રાચીન ઇતિહાસમાં ડોકિયું, પથિક,” અંક ૧૦-૧૧, ૫. ૩૧-૩૨
૮૭. ધાર્મિક હેતુઓ માટે બંધાતાં સ્થાપત્યોના નિર્માણ માટેના પદાર્થ પણ કવચિત ધાર્મિક સ્વરૂપ પામી ધાર્મિક આવશ્યકતા બની જતા હોય છે. એથી જ યોગ્ય માટીની સુલભતા હોય ત્યાં ઈ ટોને બદલે પાષાણનાં અને યોગ્ય પથ્થરની સુલભતા હોય ત્યાં એને બદલે મૃત્તિકાનિર્મિત પફવ ઈંટોનાં સ્થાપત્ય પરંપરાગત બંધાય ખરાં. એથી જ ગિરનારની આસપાસ મૃત્તિકાનિર્મિત પદ્ઘ ઈ ટોના બનેલા બોરિયા સ્તૂપ અને ઇંટવા વિહાર આવેલાં છે. આ નિયમ ગુપ્તકાલ દરમ્યાન જુનાગઢ આસપાસ પ્રચલિત હતો કે કેમ એ હાલ તુરત નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. પરંતુ ગુપ્તોએ ઉત્તર ભારતમાં પ્રસ્તર-નિર્મિત સ્થાપત્યની રચના કરી છે એ ઉપરથી અનુમાની શકાય કે ગુપ્તકાલમાં ટોનું ધાર્મિક મહત્વ નહોતું. માટે ગિરનારમાં પણ કદાચ પ્રસ્તર – નિર્મિત મંદિર બાંધવામાં આવ્યું હોય. વળી, વર્તમાન દામોદર મંદિરનાં મંડોવરનાં કેટલાંક પ્રતિમા–શિલ્પ ગુપ્તકાલીન મનાય છે. એ પ્રસ્તર-નિર્મિત છે. એથી એના કાલ–નિર્ણયની માન્યતા અન્યથા ન હોય તો હાલ તુરત એટલું અનુમાન થઈ શકે કે પ્રસ્તુત ચક્રભક્ત મંદિરના બાંધકામમાં પાષાણનો પણ ઉપયોગ થયો હતો.
cc. Pandit Bhagwanlal Indraji, Bombay Gazetteer, Vol. I, pt. I, p. 70. પૂજા માટેની મૂર્તિઓ કાળા ગ્રેનાઈટની નહિ, પરંતુ રાતા ગ્રેનાઈટની બનેલી છે. વંથળીના વામનની અને પ્રસ્તુત દામોદરજીની જની મૂર્તિઓ લગભગ સામ્ય ધરાવે છે.
૮૯. ત્રિલેખશિલા પરના સ્કન્દગુપ્તના શિલાલેખના અંતિમ ભાગમાં કહ્યું છે કે ચકભત-વિષ્ણુનું મંદિર “ઊર્જત ગિરિમાંથી ઉન્નત થતું હોય તેમ નગરના શિર ઉપર
એની પ્રભુતા દર્શાવતું પ્રકાશે છે.” આમ મંદિર ગિરિનગરના શિરોભાગમાં હતું, - ગિરનારમાંથી તો જાણે કે ઉન્નત થતું હોય એવો માત્ર ભાસ થતો હતો. ગિરિનગરને શિરોભાગ જે ઉપરકોટ વિસ્તારમાં હોત તો કહેવાતી મહમૂદ બેગડાની મસ્જિદની જગ્યાએ કે એની આસપાસમાં આવેલા મંદિરનું શિખર સેનખને કાંઠે વસેલા ગિરિનગરના કોઈ પણ ભાગમાંથી ઉપર્યુક્ત રમ્ય કલ્પના મુજબ જરૂર દેખાતું હેત (અત્રિ, ઉપર્યુક્ત).