________________
[ પ્ર.
૩૫૪]
મૌર્યકાલથી ગુપ્તકાલ એમ નથી.૬૪ રૂપકામ છેવટ સુધી અપૂર્ણ જ રહ્યું છે એ આ વિધાનના સંદર્ભમાં ઉલ્લેખનીય છે. ૫
જૂનાગઢની અન્ય ગુફાઓ
જલકૃત-વાલુકામ-વેત પાષાણની ૧૧ જૂનાગઢ અને એની આસપાસના વિસ્તારમાં બહુલતા હોવાને કારણે વેગ સ્થળોએ શૈલ–ઉકીર્ણ ગુફાઓની પણ વિપુલતા છે. ઉપર વર્ણવેલાં મુખ્ય જૂથ સિવાય પંચેશ્વર, માઈ ગઢેચી અને માત્રી મંદિરની ગુફાઓ ઉલ્લેખનીય છે.
કાળવા ચોકથી જરા અગ્નિ કેણ તરફ લગભગ ચારેક ફર્લોગ દૂર આવેલી પંચેશ્વરની ગુફાઓ પ્રાકૃતિક પરિબળોથી પ્રાય: જીર્ણશીર્ણ થઈ ગઈ છે. એની કંડારણીમાં નેધ–ોગ્ય કશું નથી. '
નરસિંહ મહેતાના ચારાની પાછળના ભાગે લગભગ બેએક ફર્લોગ દૂર બેએક ગુફાઓ આવેલી છે. એની આગળના ભાગે માઈ ગઢેચી નામની દરગાહ આવેલી હઈ ગુફાઓએ પણ એ જ નામ પ્રાપ્ત કર્યું છે. ૬૭ ગુફાની ઉપર મંદિરમાંથી પરિવર્તિત કરેલી મજિદ આવેલી છે. ર૬૪૧૩ ફૂટના વિસ્તારવાળી મુખ્ય ગુફાની અંદર, પશ્ચિમ બાજુએ, લગભગ ૮ x ૬ ફૂટની નાની ગુફા આવેલી છે. સ્તંભ અને એની ઉપરનાં અલ કરનું મુસ્લિમ કબજેદારોએ રૂપાંતર કરી નાખ્યું છે.
બાવા યારા ગુફાઓની દક્ષિણ-નૈઋત્ય માત્રીમંદિર તરીકે જાણીતા દેવસ્થાનવાળી અવશિષ્ટ ગુફાની આસપાસની અન્ય ગુફાઓને ખાણિયાઓએ ખાદી કાઢી હશે. ગુફાની એાસરીના અગ્રભાગના બે ખંડિત સ્તંભની પીઠિકા સમચોરસ છે, જ્યારે યષ્ટિ અષ્ટકોણ છે. એમાં પણ વિશેષ સેંધપાત્ર બીજું કશું નથી. ૮
ઉપર્યુક્ત સઘળી ગુફાઓ જૂનાગઢની પૂર્વ ઉત્તર-દક્ષિણ લંબાયેલી લગભગ દસેક ફગની રેખા ઉપર અલગ-અલગ અંતરે આવેલી છે.
પ્રસ્તુત ગુફાઓ કોઈ ચોક્કસ સંપ્રદાય માટે કંડારવામાં આવી હતી કે દેશકાલાનુસાર એમાં પણ બંને સંપ્રદાયના ભિક્ષુ રહેતા હતા એ અંગે કશું અનુમાન થઈ શકે એમ નથી.
ઉપર્યુક્ત સ્થળ સિવાય બીજા પણ અનેક સ્થળોએ શૈલ–ઉત્કીર્ણ ગુફાઓ હશે ખરી, પરંતુ એમાંની કેટલીકને સંપૂર્ણ નાશ થઈ ગયે હશે, જ્યારે કેટલીક ઉપરથી હજી કાલકર્મગત પદે ઊંચકાયો નથી.૭૦