________________
૩૪૨] મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પ્ર. મૌર્યકાલીન સુદર્શનના કાંઠા મજબૂત હતા. સમગ્ર બાંધકામ સાંધા વગરનું નક્કર હતું. વચ્ચે કુદરતી બંધ પણ હતો. યોગ્ય જગ્યાએ ગરનાળાં (ઝTI), નહેર (પરીવાહ) અને ચાળણી (મીઢવિધાન) ઈત્યાદિ પણ હતાં.૫ સમ્રાટ અશોક વતી (સૌરાષ્ટ્રમાં) રાજ્ય કરતા (રાજ્યપાલ) યવનરાજ તુષારફે એને પ્રણુળીઓથી અલંકૃત કર્યું હતું. એના તટ ઉપર અટાળી (સત્ર), છત્રી (૩૫તe૫), દરવાજા (ઢાર), આરામ-સ્થાન (ર) અને તોરણ (૩છૂચ) આદિ હતાં. સમગ્ર બાંધકામ એવું તો મજબૂત હતું કે લગભગ ઈ. પૂ. ૩૨૦ થી માંડી ઈ. સ. ૧૫૦ સુધીનાં લગભગ ૭૦ વર્ષો દરમ્યાન એમાં ખાસ કશું નુકસાન થયું જણાતું નથી. - અતિવૃષ્ટિથી નદીઓમાં આવેલા ભારે પૂરને લઈને આ જળાશયન બંધ ઈ. સ. ૧પ માં અને ફરી ઈ. સ. ૪૫૫ માં તૂટી ગયેલે ત્યારે તે તે સમયના શાસકોએ એને વિના વિલંબે સમરાવેલ.
ઈ. સ. ૪૫૬ માં મજબૂત રીતે સમરાવેલા સુદર્શન સરોવરનું અસ્તિત્વ ત્યાર બાદ કેટલે કાળ ટકયું એ આપણને જ્ઞાત થતું નથી. હાલ એના અવશેષ નષ્ટપ્રાય થઈ ચૂક્યા છે; હવે તો ક્યાંક ક્યાંક એનાં ચિહ્ન માત્ર રહ્યાં છે. બેરિયા રૂપ
જૂનાગઢ રેલવે સ્ટેશનથી અગ્નિકોણ તરફ લગભગ ચારેક માઈલ દૂર “અને જૂનાગઢથી ગિરનાર જવાના રસતે, રસ્તો પૂરો થયે ગિરનારના પ્રવેશદ્વારની દક્ષિણે લગભગ બેક માઈલ દૂર” આવેલી બારિયા નામની ઉપત્યકાની દક્ષિણ-પશ્ચિમે દાતારની ટેકરીઓ અને પૂર્વોત્તરે ગિરનારનાં શિખર આવેલાં છે. ઉપત્યકામાંથી ગુડાજળી અને હેમજળીઓ નામે બે ઝરણું વહે છે. આ સ્તૂપ બરિયા વિસ્તારમાં આવેલ હાઈ એનું નામ પડ્યું “બોરિયા-તૂપ. એની ઉપર લાખા નામે બહારવટિયાને વાસ થયો હોવાથી “લાખામેડી” એનું બીજું નામ છે.
ઈ. સ. ૧૮૮૮ ની નાતાલમાં કેમ્પબેલે એનું ઉખનન કર્યું, જેનો હેવાલ કાઉસસે લખ્યો હતો. પ્રસ્તુત તૂપ પ્રાય: ૧૮૮૧૨૮૩ ઈચને માપની મૃત્તિકાનિર્મિત પકવ ઈટનો બને છે. ઉખાન વખતે એની ઊંચાઈ લગભગ ૪૫ ફૂટ હતી. તેની ટોચ ઉપરથી લગભગ ૧૮૪૮૨૦ ફૂટના માપની ખાઈ ખોદવામાં આવી હતી. ઉખનન દરમ્યાન લગભગ ૩૯ ફૂટની ઊંડાઈએથી પ્રતર-સ્થાપત્યના કેટલાક અવશેષ પ્રાપ્ત થયા હતા, જેનો હાલ પત્તો નથી ! જે કે ઈ. સ. ૧૯૦૦ સુધી ગિરનાર ઉપર ક્યાંક કાંટાળા તારની આડશથી તેઓને રક્ષવામાં આવેલા હતા. ૧૦