________________
૧૫ મું]
સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી
[૩૨૫
સ્થળોએથી આવાં નળિયાં મળી આવ્યાં છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ આ મકાનનાં છાપરાંના છાઘ તરીકે વપરાતા પદાર્થ મળે છે. એનું પ્રમાણુ અપ હોવાથી એમ લાગે છે કે ઘણા ઓછા લોક આવાં નળિયાંવાળાં છાપરાંનાં મકાન બતાવી શકતા હશે.
ઈટોના કિલ્લા બાંધવામાં આવતા. આ પ્રકારના કિલ્લા શામળાજી, શહેરા વગેરે સ્થળોએ જોવામાં આવ્યા છે. તદુપરાંત તળાવની માટીની પાળની ઉપર ઈટો પાથરવામાં આવતી હોવાના પુરાવા દેવની મોરી પાસેનાં જલાશના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. મૂતિઓ અને રમકડાં
માટીની ઈટો કલામય બનાવવામાં આવતી હતી, એટલું જ નહિ, પણ માટીની વિવિધ પ્રકારની મૂર્તિઓ રમકડાં વગેરે બનાવવામાં આવતાં. આ માટીની મૂર્તિઓ અને રમકડાં, દેવ, દેવીઓ, તથા માનવ આકૃતિઓ, જાનવરો તથા લખોટીઓ, ગાડાં અને ચકરડીઓ જેવી અનેક વસ્તુઓ ગણાવી શકાય.
મૂર્તિઓ અને માનવ–આકૃતિઓ જોતાં સમજાય છે કે કેટલીકની બનાવટ સાદી હતી. ભાટીને હાથથી ઘાટ આપવામાં આવતો. આવી આકૃતિમાંની બનાવટ સામાન્ય પ્રકારની હતી, પણ એની સરખામણીમાં કેટલીક આકૃતિઓ બીબાંમાં બનાવવામાં આવી હોય એમ લાગે છે. આ આકૃતિઓ ઘણી સુંદર છે, પરંતુ આવી આકૃતિઓની અદ્યાવધિ પ્રાપ્ત થયેલી સર્વોત્તમ કક્ષા દેવની મોરીની બૌદ્ધ મૂર્તિઓની છેઝ ૨ (પટ્ટ ૨૪, આ. ૮૬). ઈ. સ. ૩૭૫ પહેલાં તૈયાર થઈ ચૂકેલી આ મનોહર મૂર્તિઓની બનાવટ તથા એને પકવવાની પદ્ધતિનો અભ્યાસ કરવાથી એ કાલના કારીગરોએ જે ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી હતી તેને સારો ખ્યાલ આવે છે.
માટીનાં રમકડાંમાં ગોળ લખોટીઓ સારા પ્રમાણમાં મળે છે. આ લખોટીઓ જુદા જુદા કદની મળતી હોય છે. એને કેટલીક વાર ગોફણના ગોળા તરીકે ઓળખવામાં આવે છે, પણ આ કામ માટે એ ઘણી નાની હોય છે. પકવેલી લખોટીથી બાળક રમતાં હશે. એને બીજો ઉપયોગ બે પછવાળી ગલેલની ગોળી તરીકે કદાચ થતો હોવા સંભવે છે, પણ આવી નાની લખોટીઓ ગોફણ તરીકે વપરાય એમ નથી.
માટીની લખોટીઓ ઉપરાંત પંયાં અને ચકરડીઓ પણ સારા પ્રમાણમાં બનાવવામાં આવતાં. આ રમકડાં બાળકેએ જાતે બનાવ્યાં હોવાનો સંભવ ઘણો