________________
૧૫ મું]
સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી
[૩૧૭
એના પરની કબરોને લીધે એને પારખવો મુશ્કેલ હતો, પરંતુ એનાં તમામ લક્ષણ તપાસવાથી અને આજુબાજુની ભૌગોલિક સ્થિતિ પરથી સમજાય છે કે ગિરનાર પર્વતમાંથી નીકળતાં સેનરેખ અને બીજાં ઝરણાંઓનાં પાણીને રોકીને આ તળાવ બનાવ્યું હતું. આ ઝરણું ઉબેણને મળતાં અને ઉબેણ ઓઝતને મળતી.
આ તળાવ માટીથી પુરાઈ ન જાય માટે એનાં પાણી આવવાના ભાગ તરફ માઢવિધાન કરવામાં આવ્યું હતું તથા એનાં પાણીનો ઉપયોગ માટે એમાંથી. પ્રનાળ કાઢવામાં આવી હતી.
જૂનાગઢના આ છર્ણ સેતુના જેવા ઘણા સેતુઓ ગુજરાતમાં સાબરકાંઠા, ઘૂમલી, ખેડા, ગોધરા વગેરે સ્થળે જોવામાં આવે છે. એમાં માટી, પથ્થર અને ઈને ઉપયોગ કરવામાં આવતો. જલાશો બાંધવાની આ પરંપરા ઘણે લાંબો. સમય ચાલુ રહી.
તદુપરાંત ઘરે બાંધવા માટે માટીને ઉપયોગ થતો. જ્યાં ઈટરી ઈમારતો દેખાય છે ત્યાં આ કાલમાં આશરે ૧૯ થી ૨૨” ની લંબાઈની ઈંટ વપરાતી હેવાના પુરાવા મળ્યા છે. આમ સમગ્ર રીતે જોતાં પ્રાગ-મૌર્ય, મૌર્ય, અને અનુમૌર્ય કાલનાં ગુજરાતનાં ગામોમાં માટીની અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો.
પથ્થરની ચીજ
આ ઉપરાંત પથ્થર, ધાતુઓ તથા હાડકાં, છિલી વગેરેને ઘણે ઉપયોગ, થતો હોવાના પુરાવા છે. આ કાલમાં પથ્થરના મણકા, કાનનાં કુંડળો તથા નિશા, નિશાતરા જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ, ગોળ લખોટા વગેરે બનાવવામાં આવતાં. મૌર્યકાલના થરમાંથી મળતા મણકાઓ પૈકી ચટે પથ્થરની ચોકીઓ લાક્ષણિક ગણાય છે. આ ચોકીઓ જાલત,૧૨ જોખા, ૧૩ નગરા, ધાતવા ૧૫ વગેરે સ્થળોએથી મળી આવી છે. મૌર્યકાલમાં સ્ફટિકનાં અને કાચનાં કાનમાં પહેરવાનાં કુંડળ પણ વિશિષ્ટ આભૂષણ છે. આ કુંડળે શ્રીમંત વાપરતા હશે, જ્યારે બીજા લેકે માટીની કે એવી સસ્તી બનાવટની વસ્તુઓ વાપરતા. ઘર-વપરાશની વસ્તુઓમાં પાયાવાળી નાની નિશાઓ આ કાલમાં વપરાતી હતી. અને એની ઉપર જુદી જુદી વસ્તુઓ વાટવા માટે ખાસ બનાવેલા નિશાતરા પણ વાપરવામાં આવતા. આ કાલમાં પથ્થરની મૂર્તિઓ બનતી તેમજ પથ્થરમાં ગુફાઓ કોતરવામાં આવતી, પરંતુ એના નમૂના ગુજરાતમાંથી મળ્યા નથી.