________________
૧૫ સુ]
સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા મળતી માહિતી
[ ૩૧૫
સાધન હોય છે. રાંધવા માટે પણ આ પ્રકારનાં વાસણ વપરાતાં હાવાના પુરાવાઓ છે.
લાલ બરછટ વાસણા
આ વાસણ લાલ વાસણાની સરખામણીમાં હલકી બનાવટનાં છે. એમાં ધડા, થાળીએ (પટ્ટ ૪, આ. ૧૨) વગેરે જોવામાં આવે છે. આ ધડાની ડાક પર અથવા ઉપલા ભાગ પર તરેલી ભાતા હાય છે ( પટ્ટ ૪, આ. ૧૩-૧૪). આ વાસણ લાંબા સમયથી બનતાં હતાં અને એ લાંબી પરપરા સાચવતાં દેખાય છે.
માટીની ઇત્તર ચીજો
માટીનાં વાસણો ઉપરાંત આ કાલમાં માટીની બીજી નાની મોટી વસ્તુ બનાવવામાં આવતી. આ વસ્તુએમાં મણકા ( પ૬ ૪. આ. ૧૫), ઢીંગલીઓ (૫ટ્ટ ૪, આ. ૧૬), કાનની બુટ્ટીએ ( ૫૬ ૪, . ૧૯ ) તથા શંકુ-આકારના દાટાએ (પટ્ટ ૪, આ. ૧૭–૧૮ ), શરીર પરથી મેલ કાઢવાનાં ઝાંવ (મેલિયાં) વગેરેને સમાવેશ થાય છે.
માટીના મણકાઓમાં ગેાળ અને સેપારી-વાટની કેાટીએ જોવામાં આવે છે. આ મણકા સારી રીતે બનાવેલા હોય છે. એ લાંબા સમય સુધી મળી આવતા હોય છે. આ વિવિધ જાતના મણકા આ કલામાં સામાન્યતઃ જોવામાં આવે છે, વળી એની સાથે શક-આકારની સાતેક પ્રકારની વસ્તુ મળે છે. એના ચેાસ ઉપયેગ શો હશે એ સ્પષ્ટ નથી, પરંતુ એને “દાટા' કહેવાને ચાલ જોવામાં આવે છે. આ કાલમાં માટીની નાની ઢીંગલી બનાવવામાં આવતી. આ ઢીંગલીની બનાવટ સામાન્ય પ્રકારની રહેતી, એનું નાક ઉપસાવી કાઢવામાં આવતું, માં અને આંખાની જગ્યાએ ખાડા પાડવામાં આવતા, હાથપગ નાના રખાતા અથવા પગની જગ્યાને ભાગ માત્ર ગેાળાકાર બનાવીને પગ અલગ બતાવવામાં આવતા ન હતા. આમ વિવિધ જાતની ઢીંગલી બનતી, આ કાલમાં આમૂકશે! પૈકી કાનમાં પહેરવાનાં ગેાળ કુંડળેા માટીમાંથી પણ બનાવતા. તદુપરાંત શરીર પરને મેલ કાઢવા માટે લીંબચેારસ આકારનાં ઝાંવાં અથવા મેલિયાં પશુ બનાવવામા આવતાં. આ ઉપરાંત બાળકોને રમવા માટે ચકરડીએ બનાવતા હોય એમ લાગે છે.૧૦
માટીના બન્ને ઉપયાગ બાંધકામમાં થતા. તળાવની પાળ માટીની બાંધવામાં આવતી.