________________
પરિશિષ્ટ
લકુલીશ પાશુપત સંપ્રદાય: ઉત્પત્તિ અને પ્રસાર
શૈવ ધર્મના વિકાસ અને પ્રસાર સાથે એના અનુયાયીઓમાં કેટલીક જુદી જુદી વિચારશ્રેણીઓ તથા કાર્યણીઓ ઘડાઈ, જેના પરિણામે શૈવ ધર્મના ચાર સંપ્રદાય – (૧) શૈવ, (૨) પાશુપત, (૩) કારૂણિક સિદ્ધાંતી કે કાલમુખ અને (૪) કાપાલિકી– પ્રચારમાં આવ્યા.
આમાં શૈવ સંપ્રદાયનો પ્રચાર ગુજરાતમાં જોવા મળતું નથી, કાલમુખ અને કાપાલિક સંપ્રદાયોના પ્રચારનો ઉલ્લેખ કવચિત આવે છે, જયારે નકુલીશ અથવા લકુલીશ પાશુપત મતનો પ્રચાર વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. પાશુપત સંપ્રદાય
પાશુપત (માહેશ્વર) સંપ્રદાયના સથાપક તરીકે શ્રીકંઠનો ઉલ્લેખ મળે છે. એમાંથી કાળાંતરે કેટલીક શાખાઓ નીકળી. એમાં લકુલીશ જે શાખા શરૂ કરી તે જતે દિવસે “લકુલીશ પાશુપત સંપ્રદાય'ના નામે ઓળખાઈ.
પ્રભાસ પાટણમાં શૈવ ધર્મની સંમસિદ્ધાંત' નામે એક શાખા સેમશર્માએ શરૂ કરેલી. તેઓ પુરાણોમાં રુદ્ર-શિવના સત્તાવીસમા અવતાર તરીકે અને લકુલીશ અઠ્ઠાવીસમા અવતાર તરીકે આલેખાયા છે. કાલગણનાની દષ્ટિએ આ સેમશર્મા અને લકુલીશના પિતામહ સોમશર્મા એક હેવા સંભવે છે.
પ્રભાસના સોમનાથની ઉત્પત્તિ હાલ સેમ(ચંદ્ર) દ્વારા સમજાવવામાં આવે છે, પરંતુ મૂળમાં એ આ સમસોમશર્માને લઈને હોઈ શકે. પુરાણોમાં સેમશર્માના ચાર શિષ્ય ગણાવ્યા છે : અક્ષપાદ, કણાદ, ઉલૂક અને વસ. લકુલીશ - પુરાણમાં, અમુક અન્ય ગ્રંથોમાં અને અભિલેખમાં લકુલીશ અને એમના સંપ્રદાયના અનેક ઉલ્લેખ જોવા મળે છે. આમાં લગભગ બધાં જ