________________
૧૩ સુ' ]
લિપિ
[ ૨૭૭
લિપિ અપનાવી. એમના સિક્કાઓ પર આ બંને લિપિમાં લખાણ મળે છે. ગુજરાતમાં ભારતીય-ગ્રીકેમાંના મીનન્દ્ર (આકૃતિ ૩) અને અપલદત ખીજાના સિક્કાએ પ્રાપ્ત થયા છે. આ સિક્કાએ પરનાં ગ્રીક લખાણોની લિપિ તત્કાલીન ગ્રીક લિપિને મળતી છે; જોકે એ લિપિ વર્તમાન રામન લિપિને ઘણે અંશે મળતી જણાય છે; દા. ત. મીનન્દ્રના સિક્કા પર રાજાનું નામ MENANDR એ અક્ષરે દ્વારા સૂચવાયું છે,પ૨ જેમાંના છેલ્લા બે અક્ષરાના મરોડ સહેજ જુદા પડતા જણાય છે, જ્યારે બાકીના મરાડ રશમન કક્કાના લેખનના પહેલા પ્રકાર(પહેલી એબીસીડી ને મળતા છે. પછીના ક્ષત્રપ રાજાએના સિક્કાએ ઉપર ‘‘ગ્રીક–રેમન ભાષા તથા લિપિનાં લખાણ દેખા દે છે ખરાં, પરંતુ ત્યાં સાપ ગયા અને લિસોટા રહ્યાની જેમ માત્ર રૂઢ પરંપરારૂપે એવા ઘાટનાં ચિહ્ન કાતરાતાં એટલું જ’૫૩ તેને માટે કહી શકાય. અર્થાત્ ગુજરાતમાં ક્ષત્રપકાલ દરમ્યાન ગ્રીક લિપિનાં ચિહ્ન અહીનપણે માત્ર રૂઢ પરંપરાને કારણે પ્રયાજાતાં રહ્યાં. સમય જતાં એ પણ લુપ્ત થઈ ગયાં.
પાટીયે।
૧. ગૌરીશં શોન્ના, “મારતીય પ્રાચીન જિવિમાા,' રૃ. ૪૬, પાવટીપ નં. ૨
૨. બેટ-રા ખાદ્ધારમાંથી એક મૃત્પાત્રખંડ પર ચાર અક્ષરાનું મ્રાજ્ઞી લિપિમાં લખાણ મંસ )મળ્યું છે, જેને અગાઉ મૌચ'કાલનું ગણવામાં આવેલુ. જુઓ Hiranand Shastri, Annual Report, Archaeological Department, Baroda State, 1939, p. 24; અને M. R. Majmudar, Chronology of Gujarat, Vol. I, pp 93–94, plate XVII A.
પરંતુ આ લેખના અક્ષરાના મરાડ ઉપરથી જણાય છે કે એ લેખ મૌર્ય કાલના નહિ, પણ ઈ. સ. ના ખીન્ન સૈકાના હાવા જેઈએ.
૩. અયેાગવાહ એટલે અનુસ્વાર, વિસર્યાં, ઉષ્માનીય અને જિહ્વામૂલીય. આ લેખમાં પૈકી માત્ર અનુસ્વાર પ્રયાાયા છે. અનુસ્વાર માટે જુઓ પટ્ટ ૨ માં ૢ અને થં ના મરાડ.
૪. જેમકે પટ્ટ ૨ માં મને મરાડ.
ગિરનારના શૈલલેખેામાં તેમજ ચિરૈગુડ્ડી અને ગુજ્જરના લઘુ કૌલ-લેખામાં અંતગત આદનું ચિહ્ન અ ની ટોચે જોડેલું છે, જ્યારે અશાકના અન્ય પ્રદેશમાંથી મળતા લેખામાં