________________
લિપિ
૧૩ મું]
[૨૫૫ ક્ષત્રપકાલીન લેખોમાં પ્રયોજાયેલા વર્ષોની, મૌર્યકાલીન વણેના મરોડ સાથે તુલના કરતાં જણાય છે કે 5, ગ, ૨, ૩, ૪ અને વર્ગોનું સ્વરૂપ લગભગ મૌર્યકાલીન છે, જ્યારે બાકીના વર્ષોના સ્વરૂપમાં ઠીક ઠીક રૂપાંતર થયાં જણાય છે.
મૌર્યકાલથી ક્ષત્રપાલના આરંભ સુધી એને ક્ષત્રપકાલ દરમ્યાન થયેલાં રૂપાંતરને કારણે બ્રાહ્મી વિશિષ્ટ સ્વરૂપ પામી છે. આ રૂપાંતરની પ્રક્રિયામાં (૧) શિરોરેખાનો પ્રયોગ, (ર) વર્ગોના પરિમાણમાં ફેરફાર, (૩) ત્વરાથી અને ચાલુ કલમે લખવાને કારણે વધુ ગાળ મરોડને પ્રચાર વગેરે કારણભૂત જણાય છે.
(૧) શિરેખાને પ્રગ
મૌર્યકાલ અને ક્ષેત્રપાલ વચ્ચેના ગાળામાં બ્રાહ્મી લખાણ ગુજરાતમાંથી ઉપલબ્ધ થયાં નથી, પરંતુ ભારતવર્ષના ઇતર ભાગમાંથી આ કાળ દરમ્યાન લખાયેલાં બ્રાહ્મા લખાણ મળ્યાં છે તે પરથી એમ જણાયું છે કે આ સમય દરમ્યાન બ્રાહ્મી લિપિમાં કેટલાંક મહત્ત્વનાં પરિવર્તન થયાં હતાં. ખાસ કરીને પહોળી અથવા ધારદાર કલમનું નવું સાધન અપનાવવાને લઈને અક્ષરની ઊભી રેખાઓને ટોચેથી જાડી કરીને નીચે જતાં ધીમે ધીમે પાતળી કરવાની લઢણુ પ્રચલિત બની હતી. ૧૩ આને લઈને અક્ષરની ટોચે જાણે કે નાની શી શિરોરેખા ઉમેરાવી શરૂ થતી હોય એવો ભાસ થાય છે.
નહપાનના સમયના લેખોમાં અક્ષર આવા પ્રકારે કર્યા જણાય છે; દા. ત. ૩, ૪, ૫, ૩, ૪ વગેરેના પહેલા મરોડ. રુદ્રદામાના સમયથી અક્ષરોની ટો બંધાતી સ્પષ્ટપણે જોવા મળે છે અને નાની શી આડી રેખા રવરૂપે શિરેરેખા વ્યક્ત થવા લાગી છે. આ વલણ ઉત્તરોત્તર વધતું જાય છે.
જે વર્ણોનાં મથાળાં સીધી ઊભી કે ત્રાંસી રેખાવાળાં છે તેઓને મથાળે શિરેખા બંધાઈ છે, જેમકે , , , , ઘ, ચ, છ, ૩, ૪, ૩, ૪, ૫, , મ, મ, ચ, , ૪, ૫, ૬, ૩, ટૂ અને ના ભરેડ. આમાંના ૧, , મા અને સ જેવા બે ટોચવાળા વર્ષોમાં તેઓની ડાબી બાજુની ઊભી રેખા પર અને ર માં એની મધ્યની ઊભી રેખા પર શિરોરેખા નિશ્ચિતપણે કરવામાં આવે છે, જયારે તેઓની જમણી બાજુની ઊભી રેખાને મથાળે ક્યારેક શિરોરેખા બંધાતી નજરે પડે છે. ક, મા અને મની બને ત્રાંસી ટોચે પર મુખ્યત્વે શિરોરેખા કરવામાં આવે છે.