________________
૧૨ મું] ભાષા અને સાહિત્ય
[૨૪૩ છંદોમાં રચાયેલી છે. આ બત્રીસીઓમાંની કેટલીક સ્તુત્યાત્મક, કેટલીક ચર્ચાત્મક અને કેટલીક દાર્શનિક છે. “કલ્યાણમંદિર સ્તોત્ર” પણ સિદ્ધસેનની કૃતિ છે.
નિશીથ સૂત્ર” ઉપર સિદ્ધસેને એક ટીકા રચી હતી એમ “નિશીથચૂર્ણિમાના ઉલ્લેખોથી જણાય છે, પણ એ ટીકા આજે ઉપલબ્ધ નથી.”
સિદ્ધસેન વિશેના કેટલાક ઉલ્લેખ આગમ સાહિત્યમાં છે, જે સૂચવે છે કે એમણે બીજી પણ તિઓ રચી હોય. એમાં સૌથી મહત્વને ઉલેખ કેવલીને કેવલજ્ઞાન અને કેવલ-દર્શન યુગપત્ થતું હોવાના એમના મતને છે. આગમિક મત એવો છે કે કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શન યુગપત થતું નથી, પણ એક સમયે કેવલજ્ઞાન અને બીજે સમયે કેવદર્શન એમ વારંવાર થયા કરે છે. સિદ્ધસેન આ મતને તર્કથી અસિદ્ધ ગણે છે. જિનભદ્રાણિ ક્ષમાશ્રમણ જેવા પછીના આચાર્યોએ સિદ્ધસેનના આ મતનું ખંડન કર્યું છે. આગમ સાહિત્યમાં સિદ્ધસેન અને જિનભદ્રનાં આ મતાંતરની વારંવાર નોંધ લેવામાં આવી છે. ર૧
ગુજરાતના મહાન તાર્કિક અને તત્ત્વજ્ઞ મલવાદીની કૃતિઓ વિશે હવે જોઈએ. મલવાદી વલભીનિવાસી જૈન વિદ્વાન હતા. જૈન ન્યાયના સર્વોત્તમ ગ્રંથો પૈકી નયચક અથવા “દાદાનિયચકના કર્તા એઓ છે. પ્રભાચંદ્રસૂરિકૃત “પ્રભાવરિત” અનુસાર, જિયશસ અથવા જિનયમ, યક્ષ અને મા એ ત્રણે ભાઈઓમાં મલ સેથી નાના હતા. એમના એક મામા વેતાંબર જૈન સાધુ હતા અને એમનું નામ જિનાનંદસૂરિ હતું. નંદ અથવા બુદ્ધિાનંદ નામે એક બૌદ્ધ સાધુએ ભરૂચમાં વાદવિવાદમાં જિનાનંદસૂરિને પરાજય કર્યો હતો, આથી જિનાનંદસૂરિ ભરૂચથી વલભી આવ્યા અને ત્યાં પોતાના ભાણેજેને શિષ્ય બનાવ્યા. ત્રણે જણ વલભીમાં ઉચ્ચ વિદ્યાધ્યયન કરીને શાસ્ત્રનિપુણ બન્યા. જિતયશસે “વિશ્રાંતવિદ્યાધરરર નામે વ્યાકરણગ્રંથ ઉપર ન્યાસ લખ્યો, થસે તિપને નિમિત્તાછંગાધિની” નામે ગ્રંથ રચે, અને મલ્લે પોતાના સુપ્રસિદ્ધ ગ્રંથ “નયચક્રની રચના કરી. પછી મલ્લ ભરૂચ ગયા અને ત્યાં પિતાના મામાના પ્રતિસ્પધીને વાદમાં પરાજય કરી એમણે “વાદી” બિરુદ મેળવ્યું. આ ઘટનાનું વર્ષ “પ્રભાવક ચરિત” વીરનિર્વાણ પછી ૮૮૪ (ઈ. સ. ૩૫૭ પ૮) આપે છે. ૨૪ દુર્ભાગ્યે મૂલ “નયચક ” અવિકલ રૂપે અત્યારે ઉપલબ્ધ નથી અને મુખ્યત્વે સિંહ ક્ષમાશ્રમણ(ઈ. સ. ૭૦૦ આસપાસ)ની ટીકાને આધારે મૂળ ગ્રંથના પાઠનું પુનર્ધાટન કરવું પડે છે.