________________
૧૨ મું]
ભાષા અને સાહિત્ય
[૨૪૧
આ પછી કેટલાક સમય બાદ વલભીમાં આખુંય જૈન શ્રત વ્યવસ્થિત રીતે લેખાધિરઢ કરવામાં આવ્યું. દૂષ્યગણિના શિષ્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતા નીચે વીર નિર્વાણ સં. ૯૮૦ = ઈ.સ. ૪૫૩-૫૪ અથવા વાચનાંતર અનુસાર વીરનિર્વાણ સં. ૯૯૩=ઈ.સ. ૪૬૬-૬૭ માં વલભીમાં એક પરિષદ થઈ તેમાં જૈન શ્રતની છેવટની સંકલના થઈ અને આખું જૈન શ્રુત પહેલી વાર એકસામટું લિપિબદ્ધ કરવામાં આવ્યું. એમાં આર્ય કંદિલે તૈયાર કરેલી જૈન શ્રુતની માથરી વાચના દેવદ્ધિ ગણિએ મુખ્ય વાચના તરીકે સર્વસંમતિથી ચાલુ રાખી હતી અને આર્ય નાગાર્જુનની વાલભી વાચનાના મુખ્ય પાઠભેદ “વાયાંતરે કુળ (સં. વાવનાન્તરે પુન:) અથવા એવા અર્થની નોંધ સાથે સ્વીકાર્યા હતા. વલભી વાચનાના વિશેષ ભેદ પછીના સમયની ટીકાચૂર્ણિમાં “નાળુનીયાનું પઠન્તિ” એવી નોંધ સાથે ટાંક્યા છે, એટલે અધ્યયન-અધ્યાપનમાં વાલથી વાચનાનું મહત્ત્વ પણ સ્વીકારવામાં આવતું હતું એ નિશ્ચિત છે. દેવદ્ધિગણિએ જૈન શ્રતની એક પૂર્વકાલીન વાચનાને સર્વમાન્ય બનાવવાનું તથા બીજી વાચનાના મુખ્ય પાઠભેદ સાચવી રાખવાનું મહત્તવનું કાર્ય કર્યું. આવી રીતે તૈયાર થયેલી અધિકૃત વાચનાની હતપ્રત દેશમાં જુદે જુદે સ્થળે મોકલવામાં આવી હોય એ સંભવિત છે. આ પરિષદના સંદર્ભમાં જતાં નિદાન ગુજરાતમાં હસ્તલિખિત ગ્રંથભંડારોની સંસ્થા વ્યવસ્થિત સ્વરૂપે અસ્તિત્વમાં હતી એમ માનવું પ્રાપ્ત થાય છે. આ પરિષદ જૈન ઇતિહાસમાં એક શકવર્તી ઘટના છે અને એના સ્થાન તરીકે વલભીની પસંદગી કરવામાં આવી એ સુચક છે.
દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ, પરંપરા અનુસાર, જૈન આગમ પૈકીના “નંદિવર્ગના કર્તા છે. “નંદિસૂત્ર”ના પ્રારંભમાં દેવદ્ધિગણિની ગુરુપરંપરા આપવામાં આવી છે તે અનુસાર તેઓ મહાવીરથી બત્રીસમા યુગપ્રધાન આચાર્ય છે. દૂષ્યગણિ ક્ષમાશ્રમણના શિષ્ય ભદિ આચાર્યને મત “સૂત્રકૃતાંગ સૂત્ર”ની ચૂણિમાં ટાંકેલો છે. ૧૫ ભદિ આચાર્ય એ દેવગિણિનું બીજું નામ હતું કે એમને માનાર્થે “ભદિ (સં. મર્ફી) આચાર્ય એટલે મુખ્ય આચાર્ય કહેતા કે પછી ભદિ આચાર્ય દૂધ્યમણિના બીજા જ કોઈ શિષ્યનું નામ હશે એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. આ ભદિ આચાર્ય દેવર્કિંગણિથી અભિન્ન હોય કે ભિન્ન, પણ તેઓ વલભીનિવાસી હતા અને જૈન સિદ્ધાંત પર એમણે કંઈક મહત્ત્વની રચના કરી હતી એમ “સૂત્રકૃતાંગ મુત્રમાંના ઉલ્લેખ પરથી સ્પષ્ટ છે, પણ એ રચના હાલ ઉપલબ્ધ નથી.
ઈ-૨-૧૬