________________
૧૧ સુ’]
સામાજિક અને આર્થિક સ્થિતિ
[૨૨૩
પ્રકારનાં હોય : જ્યાં જલ માગે માલ આવે તે જલપત્તન, જેમકે દ્વીપ (દીવ) અને કાનનદીપ ( ? ); જ્યાં સ્થલમાગે માલ આવે તે સ્થલપત્તન, જેમકે મથુરા અને આન ંદપુર. વળી કેટલાક ટીકાકારાએ પ્રાકૃત ‘પટ્ટણ” શબ્દનાં “ટ્ટન’’ અને “પત્તન” એવાં બે સંસ્કૃત રૂપે। સ્વીકારીને બંનેના જુદા અર્થ આપ્યા છે; જ્યાં નૌકા મારફત જવાય તે પટ્ટન” અને જ્યાં ગાડામાં કે ધેડે બેસીને તેમજ નૌકાએ દારા જવાય તે “પત્તન’”; જેમકે ભરુકચ્છ, ૧૧
ભરૂચ બંદરેથી નિકાસ થતા અને ત્યાં આયાત થતા માલની વિગતે “પેરિપ્લસ”માંથી મળે છે. કઠ ( coptus), જટામાંસી (spikenard), ગૂગળ, હાથીદાંત, અકીક, પન્ના, હરતાળ, સુતરાઉ અને રેશમી કાપડ, મુલાયમ કાપડ, મેટી પીપર તેમજ ભારતનાં અન્ય ખજારામાંથી આવતી બીજી ચીજેની આ બંદરેથી નિકાસ થતી. પાકલેશ (પુષ્કલાવતી), કાસ્પપાઈરી (આજનું કાશ્મીર), પારૈાપાનીસી (હિન્દુકુશ), કાલિતિક (કાબુલની આસપાસનેા પ્રદેશ), સિથિયા, એઝની (ઉજ્જૈન) તેમજ સુરાષ્ટ્ર અનેબારિગાઝા આસપાસના મુલકની જરૂરિયાતની બધી ચીજો અને અકીક, પન્ના, હિંદી મલમલ, મુલાયમ કાપડ, જટામાંસી, કફ, ગૂગળ જેવી ચીજો બારગાઝા આવતી અને પછી તેની નિકાસ થતી. વિદેશી દારૂ, તાંબુ, કલા, સીસું, પરવાળાં, પોખરાજ, બધી તરેહનું કાપડ, કમરબંધ, લવિંગ, અપારદર્શક જાડા કાચ, હિંગળા, મમારે! (antimony), સેાનારૂપાના સિક્કા, રૂપાનાં વાસણ અને લેપ જેવી ચીજેની આ બ ંદરે આયાત થતી. ૧૨
આમ ભરુકચ્છ જલમાગે તેમજ સ્થલમાર્ગે વેપારનું મોટું મથક હતું. મુખ્યત્વે આ દૃષ્ટિએ પ્રદ્યોત જેવા માળવાના રાાને ભરુકચ્છ ઉપર આધિપત્ય જાળવવાની જરૂર લાગી હશે, કેમકે ચારે બાજુ જમીનથી ઘેરાયેલ સમૃદ્ધ અવતીની લક્ષ્મી એકેય બંદર વિના રૂ ંધાતી હતી. પ્રાચીન સાહિત્યના પુરાવા દર્શાવે છે કે ડેડ ઈ. પૂ. પાંચમી સદીથી માંડી, આ કારણે, ભરુકચ્છ કાઈ વાર ઉજ્જયિનીના, કાઈ વાર પ્રતિષ્ઠાનના, અને કાઈ વાર ગુજરાતના શાસનમાં હોય, એવું ચાલ્યા કરતું હતું. ભારતના હૃદયભાગમાં આવેલ ઉજ્જયિની અને પશ્ચિમ કિનારાના સાથી ધીકતા બંદર ભરુકચ્છ વચ્ચે ગાઢ વેપારી સંબંધ હતા. ઉજ્જયિની પરાપૂર્વથી સામ્રાજ્યાની રાજધાની હોઈ એની સમૃદ્ધિ સવિશેષ હાય એમ બને. “કુત્રિક” એટલે ત્રિભુવનની તમામ વસ્તુ જેમાં મળે એવા “આપણું” એટલે દુકાન તે “કુત્રિકાપણું”. પ્રદ્યોત જ્યારે અવ ંતિ-જનપદ ઉપર રાજ્ય કરતા હતા ત્યારે ઉજ્જયિનીમાં આવા નવ કુત્રિકાપણ હતા. ભરુકચ્છના કાઈ વેપારીએ ઉજ્જયિનીના એક કુત્રિકાપણુમાંથી એક ભૂત ખરીદ્યો હતા; વણિકની સુદ્ધિથી