________________
૧૧ મું]
સામાજિક અને આર્થિક સ્થિતિ
[૨૨૧
વસુદેવ અન્યત્ર કેટલાક રાજકુમારને કહે છે : “અન્ન, વસ્ત્ર અને અપાત્ર જાણું છું. પગે ચાલતા અથવા હાથી ઉપર બેઠેલા યોદ્ધાને માટે અસ્ત્ર છે. ઘોડેસવારને માટે અપાત્ર છે, તથા ખગ, કનક, તામર, ભિડિમાલ, ફૂલ, ચક્ર આદિ વ્યસ્ત્ર છે. આયુધે છોડવાની ત્રણ રીત-દઢ, વિદઢ અને ઉત્તર પણ જાણું છું. હાથીને ચતુરાઈપૂર્વક ખેલાવવાનાં વિવિધ વર્ણન એ ગ્રંથમાં છે. રોષે ભરાયેલા હાથીને દમવાની અને ભમાવવાની રીતમાં સિંહાવલી, દંતાલી, ગાત્રલીન, શાર્દુલલંઘન, પુરાવણ વગેરે છે. શત્રુ ઉપર ઘા કરવાને માટે અથવા કુટલજ્યના વેધન માટે યોદ્ધો પાળા પગ કરીને ઊભો રહે એ સ્થિતિને “વિશાખાથાન” નામ આપેલું છે.'
યુદ્ધકાલમાં ઝડપી સંદેશાવ્યવહાર અગત્યનો હોય. હાથી અને ઘોડા ઉપરાંત ઝડપથી દોડતા ખેપિયાઓ પણ એમાં ઉપયોગી થતા હશે. વિક્રમ પૂર્વે પાંચમી શતાબ્દીમાં ભરુકચ્છ અવંતીના રાજા પ્રદ્યોત અથવા ચંડપ્રદ્યોતના આધિપત્યમાં હતું. જૈન આગમાંની અનુશ્રુતિ પ્રમાણે પ્રદ્યોતનો દૂત લેહજંધ એક દિવસમાં પચીસ યોજનની સફર કરી શકતો હતો અને એ પ્રદ્યોતના હુકમે લઈને વારંવાર ભરુકચ્છ આવતો હતો. આમ નવા નવા હુકમો લાવતા બંધ કરવા માટે લેકાએ એને એક વાર વિષમિશ્રિત ભાથું આપ્યું હતું, પણ માર્ગમાં માનશુકન થતાં લેહજ ઘે એ ખાધુ નહતું. લેહજંઘના શરીરબળ વિશેની અનુશ્રુતિ વિચારતાં એ મલ્લવિદ્યામાં પારંગત હોવો જોઈએ.
મલ્લવિદ્યાને લગતી બીજી કેટલીક અનુભુતિઓ પણ મળે છે. ઉજજયિનીને એક અજેય મહલ અણ નામે હતે. સોપારકને સિંદગિરિ રાજ મલ્લાની સાઠમારી કરાવતો અને જે જીતે તેને ઘણું દ્રવ્ય આપતો. આમાં અદ્રણ પ્રતિવર્ષ એપારક જઈને વિજ્યચિહ્ન તરીકે પતાકા લઈ આવતો. આથી સિહગિરિ રાજાએ એક માછીનું બળ પારખીને એને પિ: અને એ માલ્વિક-માછી મલ તરીકે ઓળખા, બીજે વર્ષ અટ્ટણ આવ્યો ત્યારે ભાસ્ટિક મલ્લે એને હરાવી દીધો. એક યુવકે પોતાને હરાવ્યો તેથી માનભંગ થયેલા અણુ, સુરાષ્ટ્રમાં એની બરાબરી કરે એવો મલ છે એમ સાંભળીને એની શોધમાં સોપારકથી સુરાષ્ટ્ર તરફ જતો હતો ત્યાં માર્ગમાં ભરુકચ્છ પાસે એણે એક બળવાન ખેડૂતને જે. ધનવાન બનાવવાની લાલચ આપીને અટ્ટણ એને પોતાની સાથે ઉજજયિની લઈ ગયો અને મલ્લવિદ્યા શીખવી. એ ખેડૂત તે ફલડીમલ્લ. પછી તેઓ બંને સોપારક આવ્યા ત્યાં ફલહી અને માસ્ટિકનું યુદ્ધ થયું. ફલહીને અણનું માર્ગદર્શન હતું. એ ભલયુદ્ધમાં ભાતિયક હાર્યો અને મરણ પામ્યો. અદ્રણ ત્યાર પછી કૌશાંબી ગયે. ત્યાં એણે કૌશાંબીના રાજાના મલ્લ નિરંગણને મલ્લયુદ્ધમાં,