________________
પ્રકરણ ૧૧
સામાજિક અને આર્થિક સ્થિતિ
સમાજરચના વિશે–વર્ણો અને જાતિઓ વિશે મૌર્યકાલીન ગુજરાત પરત્વે કઈ ખાસ માહિતી મળતી નથી; ક્ષેત્રપાલ વિશે પણ આ બાબતમાં માહિતી નહિવત છે; પણ ગુપ્તકાલમાં વર્ણાશ્રમ અને સ્મૃતિઓનું શાસન સ્થાપિત થઈ ચૂક્યાં હતાં અને સમાજજીવન તદનુસાર સંગઠિત થયું હતું એમ જણાય છે. વર્ષોના વ્યવસાય નિશ્ચિત હતા. અનુલેમ લગ્નોની છૂટ હતી, પણ સમાજજીવનમાં જ્ઞાતિવ્યવસ્થાનાં બંધન આવવાને હજી સૈકાઓની વાર હતી.
પડાં સીવવાની કળા પ્રચલિત હતી, પણ પુરુષ અને સ્ત્રીઓ મોટે ભાગે સીવ્યા વગરનાં, સૂતરનાં, ઊનનાં કે રેશમનાં વસ્ત્રો પહેરતાં. ઉચ્ચ વર્ગના પુરુષ મેટે ભાગે બે વસ્ત્રો-એક ધોતિયું અને બીજું ઓઢવાનું-પહેરતા, અને ઘરબહાર જતી વખતે માથા ઉપર કંઈક બાંધતા. સ્ત્રીઓ એક વસ્ત્ર શરીરના નીચલા ભાગ પર વટતી અને વસ્ત્રને એક ટુકડી ઉપલા ભાગમાં છાતી ઉપર બાંધતી..
ક્ષત્રપ રાજાઓના સિક્કા ઉપરથી એમની દેવભૂષા વિશે કેટલીક માહિતી મળે છે. ક્ષત્રપ રાજાઓ લાંબી મૂછો રાખતા અને ગાલ ઉપર એના આંકડા ચડાવતા. તેઓ લાંબા વાળ રાખતા અને કાન આગળ થેભિયા રાખતા. કાનમાં કુંડળ અને માથા ઉપર ટોપ જેવું પહેરતા હશે એમ જણાય છે. સ્ત્રીઓ અને પુરુષના કેટલાક અલંકારોને નામનિર્દેશ સંભવતઃ ક્ષત્રપાલમાં રચાયેલા જૈનના પ્રાકૃત “અંગવિજો” પ્રકીર્ણકમાં અને ચોથા પાંચમા સૈકા આસપાસ પ્રાકૃતમાં રચાયેલ જૈન ધર્મકથા “વસુદેવ- હિંડી”માં મળે છે, જો કે આ બે ગ્રંથો ગુજરાતમાં કે પ્રાચીન ગુર્જરદેશમાં જ રચાયેલા છે એવું નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. વિવિધ પ્રકારનાં વસ્ત્રોના સંખ્યાબંધ ઉલ્લેખ “વસુદેવ હિંડીમાં છે. પીંછીથી રંગેલાં ચિનાઈ વસ્ત્ર, શુભ્ર સૂક્ષ્મ અને ધવલ “હંસલક્ષણ વસ્ત્ર, ઇન્દ્રવજ ઉપર વીંટાળવા માટેનું “પલાશપટ” નામે વસ્ત્ર, તળાઈ ઉપરના ઓછાડ માટે “પટ્ટ
૨૧૯