________________
૧૦ મું] - રાજ્યતંત્ર
રિ૦૫ રુદ્રદામા માટે કચ્છના રિાલાલેખોમાં માત્ર “રાજા” બિરુદ આપ્યું છે, જ્યારે તેઓના સિક્કાઓમાં પહેલાં “રાજા ક્ષત્રપ” અને પછી “રાજા મહાક્ષત્રપ' બિરુદ પ્રજામાં છે.પ૧
આ પરથી સિકકા પડાવનાર આ સર્વ શાસકો હમેશાં “રાજા” એવી રાજપદવી ધારણ કરતા હોવાનું સ્પષ્ટ થાય છે.
“ક્ષત્રપ પર શબ્દ ઈરાનના “ક્ષપાત” કે “ક્ષપાવન” (અર્થાત્ “રાજ્યપાલ') પરથી પ્રયોજાય છે. આ શબ્દનો અર્થ મૂળમાં “પ્રાંતીય સૂબો' થતું, પરંતુ વાસ્તવમાં અહીં એનો અર્થ “ભૂ-પાલ” (રાજા) જેવો થતો હોવાનું માલૂમ પડે છે. ૫૪ રાજસત્તાની અભિવૃદ્ધિ થતાં રાજા “ક્ષત્રપ”ને બદલે “મહાક્ષત્રપ” કહેવાતો. આ શબ્દો “રાજા” અને “મહારાજ ને મળતા આવે છે, પરંતુ આ રાજાઓ “મહાક્ષત્રપ” થવા છતાં કદી “મહારાજ” તરીકે ઓળખાતા નહિ. કાદમક કુલના સમયમાં તે એકી સાથે બે રાજાઓનું સંયુક્ત શાસન પ્રવર્તતું જણાય છે: એકનું “રાજા મહાક્ષત્રપ” તરીકે અને બીનું “રાજા ક્ષત્રપ” તરીકે આપ આ બિરુદ “મહારાજ” અને “રાજા” અથવા “રાજા” અને “ઉપરાજ” જેવાં છે. બંને શાસકો “રાજ'પદવી ધરાવતા અને પોતાના નામે સિક્કા પડાવતા.મહાક્ષત્રપના મદદનીશ ક્ષત્રપ તરીકે પ્રાય: યુવરાજની પસંદગી થતી ને મહાક્ષત્રપની જગ્યા ખાલી પડતાં પોતે મહાક્ષત્રપની જવાબદારી ધારણ કરતે અને પોતાની જગ્યાએ પછીના યુવરાજને ક્ષત્રપ તરીકે નિમ. આ દિરાજ પદ્ધતિને લઈને પ્રાયઃ દરેક રાજાને પોતાના પુરોગામની હયાતી દરમ્યાન રાજતંત્રની તાલીમ મળી રહેતી.
સિક્કાઓ પરના લખાણ પરથી રાજાઓની જે વંશાવળી તથા સાલવારી બંધ બેસાડી શકાય છે તે પરથી માલુમ પડે છે કે ક્ષત્રપ રાજાઓમાં ઉત્તરાધિકાર સામાન્યતઃ રાજાના અનુજને મળતું અને અનુજેને ક્રમ પૂરો થયા પછી જેષ્ઠ અગ્રજના જયેષ્ઠ પુત્રને મળતો.૫૭ ક્ષત્રપનો અધિકાર ભાવી ઉત્તરાધિકારીને સામાન્યતઃ એની સગીર વય પૂરી થતાં આપવામાં આવતો.૫૮
આ રાજાઓ માટે ક્યારેક “સ્વામી” અને “ભદ્રમુખ” પદ પણ પ્રયોજાતાં.પ૯ ક્ષત્રપ” અને “મહાક્ષત્રપ”ની જેમ એ પદે વિશિષ્ટ તાત્પર્ય ન ધરાવતાં માનવાચક પદ તરીકે જ પ્રયોજાયાં જણાય છે. ૬૦
મહાક્ષત્રપ રુદ્રદામા ૧ લાના જૂનાગઢ શૈલેખમાં એ રાજાને “રાજલક્ષ્મી ધારણ કરવાની ગુણવત્તાને લઈને સર્વ વર્ણોએ એની પાસે જઈ પિતાના રક્ષણ