________________
પ્રકરણ ૧૦
રાજ્યતંત્ર
આ સમગ્ર કાલ દરમ્યાન આ પ્રદેશમાં રાજ્યતંત્રનું સ્વરૂપ કેવું હતુંએ વિશે ચોક્કસ માહિતી ઘણી ઓછી મળે છે. મકાલ
મૌર્યકાલનાં સમકાલીન સાધનોમાં અશોકના ગિરનાર શૈલલેખ મહત્વનું સ્થાન ધરાવે છે, પરંતુ એમાં ગુજરાતની કઈ પ્રાદેશિક બાબતને ઉલ્લેખ આવતો નથી. અશોકના અભિલેખમાં યોન, કંબજ, ગંધાર વગેરે પ્રદેશોને નિર્દેશ આવે છે તેવી રીતે એમાં ક્યાંય સુરાષ્ટ્ર, આનર્ત, લાટ કે કચ્છનો ઉલ્લેખ આવતે નથી. અપરાંત(પશ્ચિમ સરહદ)ના સંદર્ભમાં રઠિક (રાષ્ટ્રક) પિતિનિક તથા ભોજ-પિતિનિકનો ઉલ્લેખ આવે છે. એમાં પશ્ચિમ ભારતની રાષ્ટ્રિક નામે પ્રજા ઉદ્દિષ્ટ છે, પરંતુ પૂર્વાપર સંબંધ પરથી આ ઉલ્લેખ વિદર્ભને લાગુ પડત હોવો સંભવે છે.
કૌટિલ્યો અર્થશાસ્ત્રમાં સુરાષ્ટ્રના ઉલ્લેખ આવે છે. એમાં એક સ્થળે સુરાષ્ટ્રની ક્ષત્રિય-શ્રેણીનો નિર્દેશ થયેલ છે, એ પરથી ત્યારે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયોની શ્રેણી હોવાનું જાણવા મળે છે. રાજા મહાક્ષત્રપ રુદ્રદામા ૧ લાના જૂનાગઢ શિલાલેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્ત તથા અશોકના સમયના અહીંના રાષ્ટ્રિયને ઉલેખ આવે છે." આ “રાષ્ટ્રિય” તે કૌટિલ્યના “અર્થશાસ્ત્રમાં જણાવેલ “રાષ્ટ્રપાલ” હેવાનું જણાય છે.
ઉજ્જયિનીમાં કુમાર વહીવટ કરતે હો એવું અશોકના કલિંગ શૈલલેખ પરથી જાણવા મળે છે. જનપદનો પેટા વિભાગ રાષ્ટ્ર હતો અને ગુજરાતસૌરાષ્ટ્રને રાષ્ટ્રિય માળવાના કુમારની નીચે હતો એવું સૂચવાયું છે, પરંતુ ચંદ્રગુપ્ત અને અશકના રાષ્ટ્રિય ઉલ્લેખ સીધે થે છે; અને કૌટિલ્યના
૨૦૦