________________
૧૯૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
સિક્કા જેવા છે. એના અગ્રભાગ પર રાજાના ઉત્તરાંગની આકૃતિ અને વર્ષની સંખ્યા હોય છે; પૃષ્ઠભાગ પર વચ્ચે ગરુડનું ચિહ્ન અને એની આસપાસ વર્તુલાકાર લખાણ હોય છે. આ લખાણ “ઘરમમાવત–મહારાગાધિરાવ–શ્રીન્દ્રગુપ્ત
માવિત્ય:” (આકૃતિ ૭) છે. બંને બાજુ પર ગ્રીક અક્ષરોની નિશાનીઓ દેખા દે છે. ૨૨
બીજા પ્રકારના સિક્કાઓમાં પૃષ્ઠભાગ પર ગરૂડની જગ્યાએ નંદીનું ચિહ્ન હોય છે. ૨૩ આ બંને પ્રકારના સિક્કા તળ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં મળે છે.૨૪ કચ્છમાં ત્રીજા પ્રકારના સંખ્યાબંધ સિકકો મળ્યા છે. એમાં ગરુડની જગ્યાએ વેદીનું ચિહ્ન નજરે પડે છે.રપ
વેદ-પ્રકારના સિકકા અત્યંત બેઢબ છે, પરંતુ ગરુડ તથા નંદી પ્રકારની સરખામણીએ એ અધિક પ્રમાણમાં પ્રચલિત હતા.૨૬
સ્કંદગુપ્તના ચાંદીના સિક્કાઓ પર વર્ષ આપવામાં આવતાં. પશ્ચિમ ભારતના સિકકાઓ પર એના આંકડા બરાબર મુદ્રિત થયા નથી અને સ્પષ્ટ વંચાયા નથી, પરંતુ ઉત્તર પ્રદેશના મયૂરચિહ્નાંકિત સિક્કાઓ પર વર્ષ ૧૪૪, ૧૪૫, ૧૪૬ અને ૧૪૮ વંચાયાં છે. ૨૭ સ્કંદગુપ્ત ગુ. સં. ૧૪૮( ઈ. સ ૪૬૭-૬૮)ના અરસામાં મૃત્યુ પામ્યો જણાય છે. ૨૮ એના મૃત્યુ બાદ ગુપ્ત-સામ્રાજ્યની સત્તાને હાસ થયો અને દૂરના કેટલાક પ્રદેશ સ્વતંત્ર થઈ ગયા.૨૯ આ પરિસ્થિતિનો લાભ ગુજરાતે પણ લીધે લાગે છે. મૈત્રક કુલના સેનાપતિ ભટાર્કે વલભીમાં પોતાની આગવી સત્તા સ્થાપી.૩૦ સૈફટકે
ગુપ્તકાલ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ત્રૈકૂટક નામે રાજવંશની સત્તા પ્રવતી.૩૧ કૈકૂટકો મૂળ અપરાંત ઉત્તર કેકણ)માં આવેલા ત્રિકૂટ પ્રદેશના વતની હતા. સિક્કાઓ પરથી આ વંશના ત્રણ રાજાઓની હકીકત જાણવા મળે છે. એમાં પહેલા રાજાનું નામ મહારાજ ઇંદ્રદત્ત છે. એનો રાજ્યકાલ લગભગ ઈ. સ. ૮૧પ થી ૪૪૦ ને અંકાય છે. એના કેઈ અભિલેખ મળ્યા નથી, પરંતુ એના પુત્રના સિકકાલેખો પરથી એનું નામ જાણવા મળે છે. એના પુત્ર દહસેને લગભગ ઈ. સ. ૪૪૦ થી ૪૬૫ સુધી રાજ્ય કર્યું જણાય છે. એના સિકકા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મળ્યા છે. મહારાજ દહસેને કલચુરિ સંવત ૨૦૭( ઈ. સ. ૪પ)માં મળી નદીની બે બાજુએ આવેલા અંતમંડલી વિષય(જિલ્લા)માંનું એક ગામ કાપુર ગામમાં રહેતા એક