________________
૧૯૪].
મૌર્યકાલથી ગુપ્તકાલ
કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય
કુમારગુપ્ત 1 લાના શાસનકાલ (લગભગ ઈ. સ. ૪૫-૫૫) દરમ્યાન ભગધના ગુપ્ત-સામ્રાજયનું આધિપત્ય માળવામાં ચાલુ હતું. માલવગણ સંવત ૪૯૩ (ઈ. સ. ૪૭૬)માં ત્યાં વિશ્વવર્માને પુત્ર બંધુવ રાજ્ય કરતો હતો. હવે ગુપ્ત-સામ્રાજ્યની સત્તા ગુજરાત પર પ્રસરી. ગુજરાતમાં ઠેકઠેકાણે કુમારગુપ્ત 1 લાના ચાંદીના સિકકા મળ્યા છે, જેમકે અમદાવાદ, સાણંદ, ભૂજ, ભાવનગર, વલભીપુર, મોરબી, જૂનાગઢ, અમરેલી, ખેડા અને આણંદ ૧૦ એમાં કેટલાંક સ્થળોએ તો સેંકડો અને હજારો સિક્કાઓના નિધિ મળ્યા છે, ૧૧ જેમાંના ઘણા સિક્કા ગુજરાતનાં મ્યુઝિયમમાં જળવાયા છે.
વિરમગામ તાલુકાના કુમારખાણ ગામમાં ગુપ્ત-સમ્રાટોના સેનાના સિકકાઓને એક નાને નિધિ મળેલો, જેમાં સમુદ્રગુપ્તના ૧, કાચગુપ્તના ૨, ચંદ્રગુપ્ત ૨ જાન છે અને કુમારગુપ્ત ૧ લાના 1 સિકકાનો સમાવેશ થાય છે. આથી આ નિધિ ત્યાં કુમારગુપ્તના સમયમાં દટાયો હોવાનું સ્પષ્ટ થાય છે. એમને કુમારગુપ્તને સિકકો ધનુર્ધારી પ્રકાર છે.
ગુજરાતમાં મળેલા, કુમારગુપ્તના ચાંદીના સિકકાઓઆકૃતિ ૬ ૪)ના, બનાવટની દષ્ટિએ, ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે ૧૩ પહેલા પ્રકારના સિક્કા ચંદ્રગુપ્ત ર જાના ચાંદીના સિક્કાઓ સાથે ઘણું સામ્ય ધરાવે છે. અગ્રભાગ પરના રાજાના ઉત્તરાંગના આલેખનમાં મુખાકૃતિ તથા વેશભૂષા ક્ષત્રપ-સિક્કાઓનું સ્મરણ કરાવે છે. વર્ષ ગુપ્ત-સંવતનું આપવામાં આવતું. પૃષ્ઠભાગ પર વચ્ચે ગુપ્ત-વંશના રાજચિહ્ન ગરુડની આકૃતિ અને એની આસપાસ વર્તુલાકારે “રમમાવત-મહારાગાધિરાશ્રીગુમારપુ–મહેન્દ્રાહિત્યઃ ” એવું લખાણ (આકૃતિ ૬) હોય છે. અગ્રભાગ તથા પૃષ્ઠભાગ પર ક્યારેક ક્ષત્રપ-સિક્કાઓ પર હોય છે તેવા ગ્રીક અક્ષરેના અવશેષ દેખા દે છે.
બીજા પ્રકારના સિક્કાઓ પર ગ્રીક અક્ષરે બિલકુલ હોતા નથી. ત્રીજા પ્રકારના સિક્કા નાના અને જાડા હોય છે; એના પુરભાગ પર ગ્રીક અક્ષરો હોય છે. ચોથા પ્રકારના સિક્કાને એક જ નમૂને મળે છે. એના પૃષ્ઠભાગ પર ત્રિશલનું ચિહ્ન અને કુમારગુપ્ત-મહેન્દ્રાદિત્યના નામનું લખાણ હેવાનું નેંધાયું છે. ૧૪ જે
આ વિગત યથાર્થ હોય છે તો કુમારગુપ્તને આ સિકકા-પ્રકાર શર્વ ભટ્ટારકના ત્રિશલાંતિ સિકકાની અસર દર્શાવે છે. ૧૬