________________
૭ મું]
પશ્ચિમી ક્ષત્ર
[૧૭૯
ચાંદીના સિકકાનો વ્યાસ ૦૫” થી ને રહેલ જોવા મળે છે. બધા ક્ષત્રપોના બધા જ સિક્કાઓ એકસરખા વ્યાસના નથી, જેમ એકસરખા વજનના નથી. આથી એવું ફલિત થાય છે કે વજન અને કદમાં થતી વધઘટ એમના રાજ્યની આર્થિક સ્થિરતાની પણ વધઘટ હોઈ શકે; જોકે આ ફલિતાર્થ ચોક્કસ ન ગણાય. આટલા પ્રાચીન સમયના સિક્કાઓના વજનમાં કેટલીક વાર કુદરતી આબોહવાને લઈને કે એ જમીનમાં દાટેલા હોવાથી આંતરિક રાસાયણિક પ્રક્રિયાને કારણે વધઘટ થતી હોવી સંભવે, કેટલીક વાર સિકકાઓની વધારે હેરફેરથી ઘસારાને કારણેય એના વજન કે કદમાં ઘટાડો થાય; આથી વજન અને વ્યાસમાં થતી વધઘટથી બધે જ વખત આર્થિક ચડતી પડતીનું સૂચન વિચારવું યોગ્ય નથી.
સિક્કાઓને ગોળ આકાર ગ્રીક અસર સૂચવે છે એમ ઘણાનું માનવું છે ૫૮ પરંતુ પ્રાચીન ભારતમાં ઘણું લાંબા સમયથી વિવિધ આકારના સિકકાઓ પ્રચારમાં હતા, જેમાં ગોળ સિકકાઓનો સમાવેશ થત. વિમુદ્રમ/ ઈસુની પાંચમી સદીને આરંભકાળ ના એક ફકરામાં બુદ્ધ વિવિધ આકારના સિક્કાઓની વાત કરે છે, જેમાં રિમંત્ર (ગોળ) સિક્કાઓ પણ છે.પ૯ ભાંડારકર કહે છે કે ક્ષત્રને ગોળ સિક્કાઓ ગ્રીક અનુકરણના નથી, કેમકે કેટલાક પ્રાચીન કાપણ સિકકાઓ ગોળ આકારના જોવા મળે છે. ૧૦ શતપથ બ્રાહ્મણમાં તે શતમાન સિક્કા ગોળ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ૧
સિક તૈયાર કરવાની પદ્ધતિ
સિક્કાના નિરીક્ષણથી એવું અનુમાન થઈ શકે કે એને તૈયાર કરવા માટે કઈ યંત્ર કે એવું કોઈ સંપૂર્ણ સાધન જરૂર ઉપયોગમાં લેવાતું હશે. સાંચીમાંથી માટીની પકવેલી મુદ્રાઓ મળી છે. આ મુદ્રાઓમાં ચાંદીને રસ રેડીને સિક્કા તૈયાર કરવામાં આવતા હશે. માટીનાં બીબાંની મદદથી પણ સિક્કા તૈયાર થતા હેવાનું કહી શકાય. આમાં બેવડા બીબા(double die)ને ઉપયોગ થતો હશે.
તંકશાળ
આટલી મોટી સંખ્યામાં ઉપલબ્ધ થયેલા સિકકાઓ કોઈ ટંકશાળમાં તૈયાર થતા હોવા જોઈએ. આ જાણવા કોઈ આધાર મળતો નથી એટલે કેવળ અટકળ કરવી રહી. સામાન્ય રીતે રાજધાનીના નગરમાં ટંકશાળ હોવાનું મનાય છે. આ રીતે વિચારતાં લહરાત રાજા નહપાનના સમયમાં સંભવતઃ