________________
પશ્ચિમી ક્ષત્રપે
સુવિશાખ—ગુજરાત પ્રાંતને
એ
શૈલલેખથી સ્પષ્ટ થાય છે કે રુદ્રદામાના રાજ્યમાં આનત-સુરાષ્ટ્ર પ્રાંતીય દરજ્જો ધરાવતા અગ્રણી પ્રદેશ હતા. આ પ્રાંતના વહીવટ માટે રુદ્રદામાએ પહલવ જાતિના કુલૈપના પુત્ર અમાત્ય સુવિશાખને મૂળા તરીકે નીમ્યા હતા. સુવિશાખ અર્થકારણ, ધર્મ અને વ્યવહારની ઊંડી સમજદારી ધરાવતા હતા. સુવિશાખ સ્વભાવે શાંત, સયમી અને નિરભિમાની હતા; આ ઉમદા) અને લાંચરુશવતની અદીથી પર હતા.
૭]
[ ૧૩૫
એના સમયમાં શક વર્ષ ૭૨( ઈ.સ. ૧૫૦)માં અતિવૃષ્ટિને લઈ તે નદીમાં આવેલા પૂરને લીધે ગિરિનગરના સુદર્શન તટાકના સેતુ તૂટી ગયા ત્યારે સુવિશાખે એને સમરાવવા માટે ભલામણ કરી, પરંતુ મહાક્ષત્રપના મતિસચિવાએ તથા કર્માંસચિવાએ એને વિરાધ કર્યો તે સેતુ પુન: નહિ બંધાય એ નિરાશાથી પ્રજામાં હાહાકાર પ્રવર્તો, ત્યારે પોરજના તથા જાનપદજાના અનુગ્રહ અર્થે સુવિશાખે સેતુ સમરાવી રાજાનાં ધમ –કીર્તિ-યશમાં અભિવૃદ્ધિ કરી. મહાક્ષત્રપે એ માટે પ્રજાને કર, વિષ્ટિ કે પ્રણયક્રિયા વડે પીડયા વિના પેાતાના કાશમાંથી પુષ્કળ ધન ખરચીને થાડા વખતમાં અગાઉના કરતાં ય ત્રણ ગણા વધુ દૃઢ સેતુ કરીને, દુન બનેલા એ સુદર્શન તળાવને વધારે ‘સુદર્શન’ કર્યું.
દામજદથી લે
રુદ્રદામા 1 લાના પુત્ર અને અનુગામી આ રાજાના ‘ક્ષત્રપ' અને ‘મહાક્ષત્રપ' તરીકેના સમયનિર્દેશ વિનાના ચાંદીના ત્રણ પ્રકારના સિક્કા ઉપલબ્ધ થયા છે, જેમાંના બે પ્રકારમાં એને રામસર્ કે વાર્૩૭ તરીકે અને ત્રીજામાં વામનબી તરીકે ઓળખાવ્યા છે.
રુદ્રદામાને રુદ્રસિદ્ધ નામને બીજો પુત્ર પણ હતા. આમ તે બ ંનેના ‘ક્ષત્રપ’ અને ‘મહાક્ષત્રપ’ તરીકેના સિક્કાએ ઉપલબ્ધ છે, પણ રુદ્રસિ ંહના સિક્કા વવાળા છે. આથી અનુમાન કરી શકાય કે દામજદશ્રી રુદ્રદામાના જ્યેષ્ઠ પુત્ર હશે, કેમકે એના સિક્કાએ એના પુરોગામીઓની જેમ સમયનિર્દેશ વિનાના છે. સિક્કા ઉપર વ આપવાની શરૂઆત રુદ્રસિંહના સમયથી જણાય છે. આથી સ્પષ્ટ થાય છે કે દામજદશ્રી અગ્રજ હતે। અને રુદ્રસિંહ અનુજ.
દામજદશ્રીના ક્ષત્રપ તરીકેના સિક્કાઓ જણાવે છે કે એ એના પિતાની હયાતીમાં મહાક્ષત્રપના મદદનીશ તરીકે રાજ્યાધિકાર ધરાવતા હતા, એટલે ઈ. સ. ૧૫૦ સુધીમાં એ ‘ક્ષત્રપ' થયા હેાવા જોઈ એ અને પિતાના મૃત્યુ બાદ ‘મહાક્ષત્રપ’