________________
૧૭ મું]
પશ્ચિમી ક્ષત્રપ
ચશસ્વી પર
એણે માળવા, સિધ અને કંકણ જીત્યાં, આંધ્રના સાતવાહન રાજા સાતકણિને બે વાર હરાવ્યો, પકડશે અને નજીકના સંબંધ હોવાને કારણે છોડી મૂક્યો. પંજાબ, રાજસ્થાન, ઉજજનના પ્રદેશ પ્રાપ્ત કર્યા, પણ એની કારકિર્દીનું યશસ્વી પ્રકરણ તે યૌધેય પરના વિજયનું છે. આ સમયે યૌધેનું ગણરાજ્ય આખા ભારતમાં પ્રબળ અને શક્તિશાળી હતું. આખા દેશમાં એમની વીર તરીકે ગણના થતી હતી. એમના સિકકાઓ ઉપર ભાલાધારી દ્ધાની આકૃતિ અને ચૌચાખચ જ્ઞય: એવું લખાણ કોતરાવતા હતા. અત્યાર સુધી એમની સત્તાને કઈ દબાવી શક્યું ન હતું, એટલે આમ લાંબા સમય સુધી અપરાજિત રહેવાને કારણે તેઓ ખૂબ ઘમંડી બન્યા હતા. એમનું આ ઘમંડ રાજા રુદ્રદામાએ જબરજસ્તીથી એમને ઉખેડી નાખી ઉતાર્યું.
આ રીતે ઘણાં રાજ્ય છતી લઈ અને ઘણા રાજાઓ પાસે પોતાનું આધિપત્ય સ્વીકારવી એણે જાતે પોતાની વીરતાના પ્રભાવે “મહાક્ષત્રપપદ ધારણ કર્યું. આમ આ લેખ એને વિરોદ્ધા તરીકે અને યશસ્વી રાજા તરીકે ઓળખાવે છે.
ઉદારચરિત
એની શારીરિક શક્તિ જેટલી પ્રબળ હતી તેટલી જ એની માનસિકઆત્મિક શક્તિ તેજસ્વી હતી એની પ્રતીતિ આ લેખથી થાય છે. એનું શારીરિક સેંદર્ય તેમજ દેહસૌવ કાંતિમાન હતું. ઘાટીલા શરીરવાળા આ રાજાને સ્વયંવરમાં અનેક રાજકન્યાઓએ વરમાળા આરોપી હતી. શરીરના સંદર્ય સાથે આત્માનુંહૃદયનું સૌંદર્ય એના ઉદાર ચરિતને વધારે ઉદાત્ત બનાવતું હતું. એના આત્માના સૌંદ જ એને ધર્માભિમુખ બનાવ્યું હતું, જેથી એણે બ્રાહ્મણ અને ધર્મના વિકાસ માટે છૂટા હાથે દાન દીધાં.
અશ્વવિદ્યા, ગજવિદ્યા, રવિવા તેમજ તલવારબાજી અને ઢાલબાજીમાં પણ એણે પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું હતું. પોતાને શરણે આવેલાઓને એ રક્ષણ આપતો હતો. પદભ્રષ્ટ રાજાઓને ફરીથી સત્તાધીશ બનાવતો હતો. સંગ્રામના અપવાદ સિવાય સામાન્યતઃ મનુષ્યવધ ન કરવાની પ્રતિજ્ઞાનું પૂરું પાલન કરતો હતો. આથી ફલિત થાય છે કે એણે અહિંસાની ભાવનાનું આજીવન પાલન કર્યું અને તદનુસાર એણે શત્રુને પણ શરણું આપવામાં પાછી પાની કરી નહોતી. આમ એના દરિયાવદિલ અને ખેલદિલીવાળા સ્વભાવની પ્રતીતિ થયા વિના રહેતી નથી.