________________
૯િ૧
૫ મું]
અનુ-મૌર્યકાલ મળતા હોઈ એ લાંબા વખત લગી ચલણમાં રહ્યા હોવાનું સૂચિત થાય છે.૩૦ આ સર્વ પરથી “પેરિપ્લસ”માંના વિધાનને સંગીન સમર્થન મળે છે.. - પેરિપ્લસ”માં સૌરાષ્ટ્રના સંદર્ભમાં એક એવો ઉલ્લેખ આવે છે કે “જૂનાં દેવસ્થાન, ગઢની રાંગ અને ભમ્મરિયો કૂવા જેવી સિકંદરની ચડાઈની એંધાણીઓ અહીં મોજૂદ છે.”૩૧ પરંતુ સિકંદરની ભારત પરની ચડાઈની હકીકત વિગતે નોંધાયેલી છે ને એમાં સિકંદરે સિંધની દક્ષિણે આગેકૂચ કરી હોવાને લેશમાત્ર ઉલ્લેખ આવતો નથી. આથી “પેરિપ્લસ”ના લેખકે અહીં સિંધને લગતો ઉલ્લેખ સૌરાષ્ટ્રના સંદર્ભમાં ભેળસેળ કરી દીધો હોય અથવા આ એંધાણીઓ ખરેખર સિકંદરની ચડાઈની નહિ, પણ મિનન્દર જેવા પછીના યવન રાજની ચડાઈની હોય એવું સંભવે છે. | ગમે તેમ, મિનન્દર અને અપલદતની સત્તા આ પ્રદેશમાં પ્રવર્તેલી અને અહીં તેઓના સિક્કા ચલણમાં રહેલા એ લગભગ નિશ્ચિત ગણાય.
સિકકાઓના પુરાવા પરથી માલૂમ પડે છે કે અપલદતના સિક્કાઓ મિનન્દરના સિકકાઓ કરતાં અનુકાલીન છે,૩૩ આથી “પેરિસમાં આપેલે “એપલેડેટસ અને મિનન્દર' એ કેમ તે તે રાજાના રાજ્યકાલની અપેક્ષાએ નહિ, પણ તેઓના સિકકાઓની સંખ્યાની અપેક્ષાએ૩૪ મુકાયે હવા સંભવ છે. 1 મિનરના ચાંદીના ગોળ દ્રમ (પટ્ટ ૩, આ. ૩ અને ૫ ૧૪, આ. ૭૦) સૈારાષ્ટ્રમાં તથા દક્ષિણ ગુજરાતમાં મળ્યા છે.૩૪ તેત્રદ્રમ્મ અને દ્ધિમ્મ જેવા મોટા સિકકા અહીં મળ્યા નથી, એ અહીં અગાઉ નાના સિકકા પ્રચલિત હતા એ કારણે હશે,૩૪ એ છતાં એ ઓબેલ કરતાં મોટા છે એટલો સુધારે ગણાય.
મિનન્ટરના સિકાના અગ્રભાગમાં વચ્ચે રાજાનું દક્ષિણાભિમુખ કે વામાભિમુખ કિરીટધારી ઉત્તરાંગ અને એની આસપાસ Basileos Soteros Menandrou (રાજા ત્રાતા મેનનનો) એવું ગ્રીક લખાણ હોય છે; પૃષ્ઠભાગમાં ગ્રીક દેવી એથેની પ્રેમેકેસની દક્ષિણાભિમુખ કે વામાભિમુખ આકૃતિ ને એને ફરતું ખરેખી લિપિમાં મરન ત્રતરસ મેનન્દસ એવું પ્રાકૃત લખાણ હોય છે, જેને અર્થ “મહારાજા ત્રાતા મેન-દ્ર” થાય છે; ઉપરાંત, એક એકાક્ષર (monogram) હોય છે.
મિનન્દન રાજ્યકાલ લગભગ ઈ.પૂ. ૧૫૫ થી ૧૩૦ સુધીના આંકવામાં આવ્યો છે.૩૫ એ બૌદ્ધ ધર્મ તરફ ઘણો અનુરાગ ધરાવતા, આથી એના સમયમાં અહીં બૌદ્ધ ધર્મને રાજ-પ્રોત્સાહન મળ્યું હોય તે નવાઈ નહિ.