________________
૮૦ ]
સોય કાલથી ગુપ્તકાલ
[×.
-
છે ને એની પાર ચાર રાજાએ છે-તુલમાય, અંતેકિન, મગ અને અલિકસુદર; નીચે ચેાળ અને પાંડય. એવી રીતે રાજાના રાજ્યમાં યવન–ક ખેાજમાં નાભક– નાભપતિમાં ભાજ તથા અન્ધ-પુલિંદમાં · બધે દેવાના પ્રિયના ધર્મોપદેશ પ્રમાણે વર્તે છે, જ્યાં દેવાના પ્રિયના દૂતા નથી જતા ત્યાં પણ એ ધર્મોપદેશ સાંભળીને એ પ્રમાણે આચરે છે ને આચરશે. આનાથી સત્ર જે વિજય મળે છે તે પ્રીતિના રસવાળા હોય છે. એ પ્રીતિ તા ક્ષુદ્ર છે, પરંતુ પારત્રિક સુખ મહાલ દે છે. એટલા માટે આ ધ`લિપિ મુકાવી છે કે મારા પુત્રા વગેરે નવા વિજયની ઇચ્છા ન કરે તે ધ`વિજયને જ વિજય માને. એ આ લેાકને તેમજ પરલેાકના છે.
૧૪. દેવાના પ્રિય પ્રિયદર્શી રાજાએ આ ધ`લિપિ લખાવી છે. કંઈક સંક્ષેપમાં, કંઈક મધ્યમસર અને ક ંઈક વિસ્તારથી લખાયુ છે. રાજ્ય વિશાળ છે; બહુ લખાવ્યુ છે તે લખાવીશ. કેટલુંક મધુરતાને લઈ ને ફરી ફરી કહ્યું છે, જેથી લેકે એમ કરે. એમાં કંઈક કારણસર કે લહિયાની ભૂલથી અધૂ રું લખાયું હશે.
અશાકે કરેલા આ ધર્મોપદેશમાં મુખ્ય તત્ત્વા સર્વ સંપ્રદાયામાં સામાન્ય એવા ઉદાત્ત માનવધનાં છે; અંગત રીતે અશાક બૌદ્ધ ધર્મના અનુયાયી થયા હતા તે એણે અન્યત્ર ખીજા કેટલાક અભિલેખ બૌદ્ધ સંધને ઉદ્દેશીને લખાવ્યા છે.૩૦ એમાંના કોઈ લેખ ગુજરાતમાં કાતરાવ્યા નથી, છતાં એના રાજ્યકાલ દરમ્યાન અહીં એણે ઉપદેશેલા સામાન્ય ધર્મો ઉપરાંત બૌદ્ધ ધર્મની પણ વત્તીઓછી અસર થઈ હાવી જોઈ એ.
સૌરાષ્ટ્રના રાજા પિંગલે પાટલિપુત્ર જઈ એની પાસેથી બૌદ્ધ ધર્મની ભાવના ઝીલી અને સૌરાષ્ટ્રમાં પાછા ફરી ત્યાં એને પ્રસાર કર્યાં એ અનુશ્રુતિ આ તને સમર્થન આપે છે.
ગિરિનગર પાસેના ડુંગરામાં બૌદ્ધ ભિક્ષુએના નિવાસ માટે વિહારા (તથા સ્તૂપેા) કંડારી આપવાની શરૂઆત મૌર્ય કાલમાં થઈ ાવાનુ જણાય છે. આ શરૂઆત પ્રાય: અશાકના રાજ્યકાલ દરમ્યાન થઈ હશે.૩૧
બૌદ્ધ તથા જૈન અનુશ્રુતિ અશોકના ઉત્તરાધિકારી સંપ્રાંત હાવાનુ જણાવે છે.૧૨ જૈન અનુશ્રુતિ અનુસાર અશાકના પુત્ર કુનાલ હતા તે એનેા રાજ્યવારસા કુનાલના પુત્ર સંપ્રતિને મળેલા, પરંતુ પુરાણામાં આપેલા મૌર્યવંશના વૃત્તાંતમાં અશાકના ઉત્તરાધિકારી કુનાલ થયે। હોવાનું તે એણે આઠ વર્ષ રાજ્ય કર્યુ હોવાનું