________________
૪૨]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[31.
નદીને પ્રવાહ વેગીલે હેાય ત્યારે એનાં પાણી કાંઠાની પાર બહેાળા વિસ્તારમાં ફેલાતાં હાય છે, જ્યારે નદીના મૂળ પાસે ઢોળાવને લઈ પ્રવાહને વેગ વધારે રહેતા હાઈ એ ધાવાળુ વડે ખીણને વધુ ને વધુ ઊંડી બનાવતા હાય છે. સામાન્ય રીતે નદીએ ચેામાસામાં વેગ ધારણ કરતી હાય છે તે એને પ્રવાહ ધણા ભાગના પાત્રની સપાટીને ઊંડી ને ઊ'ડી કરતા હાય છે. નદીમાં પૂર આવે ત્યારે આ પ્રક્રિયા વધારે વેગીલી બને છે. અંદરના ભૂભાગમાં આવેલા ટેકરાઓમાં માનવ–વસવાટના સ્તર, ઉપરથી નીચે જતાં વધુ ને વધુ પ્રાચીનતા દર્શાવતા હેય છે, જ્યારે નદીના પ્રવાહથી વારે વારે થતા જતા ધાવાણુની પ્રક્રિયાને લઈ તે નદીકાંઠા પાસેના વસવાટ-સ્તર સામાન્ય રીતે ઉપરથી નીચે જતાં ઓછી તે ઓછી પ્રાચીનતા દર્શાવે છે.
આદ્ય-ઐતિહાસિક કાલનાં વસવાટ સ્થળોએ ટેકરાઓના ભૂપૃષ્ઠ પર માટીનાં વાસણાનાં ઠીકરાં, માટીની પકવેલી ચીજો, પથ્થર તાંબું વગેરેની ધડેલી ચીજો વગેરે પ્રકારના અવશેષ નજરે પડે છે. ઘણી વાર એની ધારામાં ઇમારતાની ઈટાના થર પણ દેખા દે છે. ઈંટાના કદ પરથી વસાહતના સમય વિશે કેટલુંક અનુમાન થઈ શકે છે. આ બધા પ્રકારના અવશેષોમાં માટીનાં વાસણા તે એની ઠીકરીએ સહુથી વધુ ઉપયોગી નીવડે છે. એ વાસણ પકવેલાં હાઈ ઘણા લાંબા કાલ સુધી ટકી રહે છે ને ઘર-વપરાશમાં સહુથી વધુ પ્રચલિત હાઈ ઠેકઠેકાણે મળી રહે છે. કાઈ સ્થળની વસ્તી એ સ્થળ છેાડી ખીજે વસવા જાય ત્યારે એ બને તેટલી ચીજો પેાતાની સાથે લઈ જાય છે, પરંતુ માટીનાં ધણાં વાસણુ ત્યાં તે ત્યાં પડી રહેવા દે છે. આ બંને કારણેાને લઈ તે પ્રાચીન વસવાટનાં સ્થળાએ માટીનાં નાનાં અખંડિત કે મેટાં ખ`ડિત વાસણેાના અવશેષ હરહંમેશ ખાસ મળ્યા કરે છે. જુદા જુદા સમયે માટીનાં વાસણા ધડવાની જુદી જુદી જાતની હુન્નરૌલીએ પ્રચલિત હાવાનું માલૂમ પડતુ. હાઈ, આ અવશેષા પરથી તે તે વસાહતનુ` સમયાંકન કરવાનું સરળ પડે છે. કયારેક કાઈ વિશિષ્ટ પ્રકારનાં વાસણ બહારથી થયેલી આયાત સૂચવે, તે એ પણ સમયાંકન માટે ખાસ મદદરૂપ નીવડે છે. આમ માટીનાં વાસણા, જે ખાસ કરીને ઠીકરીએરૂપે મળે છે તે, પુરાવસ્તુકીય અન્વેષણમાં એક મહત્ત્વનુ સાધન બની રહે છે.
ઉત્ખનન
સ્થળતપાસને પરિણામે જે સ્થળે મહત્ત્વના અવશેષો સારા પ્રમાણમાં મળવાના સ'ભવ જણાય તે સ્થળે કેટલીક વાર ઉત્ખનન કરવામાં આવે છે.