________________
ઈતિહાસની પૂર્વભૂમિકા
tu. મટાડાવાળે અને તમરિયાંની ઝાડીઓથી ભરપૂર છે. સમુદ્રકાંઠે કીચડવાળી નાળોમાં ચેરિયા (તવર) ઊગે છે તે કિનારા ધોવાતા અટકાવે છે અને દુકાળના વખતમાં એના પાનનો લીલો ચારે ઢોરોને રાહતરૂપ નીવડે છે. ચેરનાં જંગલમાં ઊંટ-ઉછેરનો ધંધો ચાલે છે. કચ્છના કાંઠાનો પ્રદેશ દરિયાખેડ તથા વહાણોના બાંધકામ માટે જાણીતું છે. અહીં તરેહતરેહનાં માછલાં મળતાં હોઈ મત્સ્યઉદ્યોગ સારો ખીલ્યો છે; હવે મીઠાને ઉદ્યોગ પણ વિકસવા લાગ્યો છે. કંડલામાં મીઠાને મોટો ઉદ્યોગ ચાલે છે.
કચ્છને અખાત અને કચ્છના નાના રણને દક્ષિણકાંઠે કચ્છ અને સૌરાષ્ટ્રને અલગ પાડે છે. કંડલાથી હંસ્થલની નાળમાં થઈને અખાતને દક્ષિણકાંઠે આવેલ નવલખી બંદરે જવાને સમુદ્રમાર્ગ એ કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચેને સહુથી સીધો અને ટૂંક માર્ગ છે. અખાતમાં પાણીની ઊંડાઈ કરછ તરફના ભાગ કરતાં સૌરાષ્ટ્ર તરફના ભાગમાં વધારે છે. અખાતના મુખ આગળ એ સૌરાષ્ટ્રના કાંઠા પાસે ૨૫ થી ૩૦ વામ (વામ=પા ફૂટ) ઊંડું છે. ત્યાંથી અંદરના ભાગમાં જતાં ઊંડાઈ ઓછી થતી જાય છે. છેક મથાળા આગળ ઊંડાઈ બે કે ત્રણ વામ જેટલી જ છે. હંસ્થલની ખાડીમાં ઠેકઠેકાણે ૬ થી ૧૨ વામની ઊંડાઈ છે.૩૨ અખાતના મુખ આગળ ભરતી ૪.૫૧ મીટર (૧૪.૮ ફૂટ) અને મથાળા આગળ ૬.૧૬ મીટર (૨૨ ફૂટ) ચડે છે.૩૦ અખાત મથાળા આગળ ૧૩ કિ. મી. (આઠ માઈલ) અને મુખ આગળ ૪૦ કિ. મી. (૨૫ માઈલ) પહેળો છે.
ગુજરાતનાં બંદરામાં કંડલાને સહુથી મેટા બંદર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, ત્યાં ઘણું વહાણ આવી શકે તેવો મોટો ધક્કો બાંધવામાં આવ્યા છે. ઓખા અને ભાવનગરમાં જહાજે કિનારે ધક્કા ઉપર નાંગરી શકે છે ને બારે ભાસ કામ કરી શકે છે. નવલખી, જામનગર અને સિકકા પણ બારમાસી બંદરે છે, જ્યારે માંડવી, પોરબંદર, વેરાવળ અને ભરૂચ બંદર ચોમાસા સિવાય કામમાં આવે છે. કંડલા ઉચ્ચ કક્ષાનું બંદર છે; માંડવી, બેડી, નવલખી, ઓખા, રિબંદર, વેરાવળ, ભાવનગર અને ભરૂચ મધ્યમ કક્ષાનાં બંદર છે, ને બાકીના નાનાં બંદર છે. ૩૪
૪. જમીનના મુખ્ય પ્રકાર ૭૫ ઉત્તર ગુજરાતની જમીન મોટે ભાગે રેતાળ છે ને એમાં જાડી રેતીનું પ્રમાણ ઘણું છે. સેંદ્રિય દ્રવ્યો અને નાઈટ્રોજન એમાં પૂરતા પ્રમાણમાં નથી. તળ જમીન ખોદીને તૈયાર કરેલા કૂવાનાં પાણી ખૂબ ક્ષારવાળાં હજી પીત કે