________________
ઇતિહાસની પૂર્વભૂમિકા
પ્ર. આ સંવતનાં વર્ષો સાથે આપેલાં વિક્રમ સંવત તથા વલભી સંવતનાં વર્ષો પરથી માલૂમ પડે છે કે સિંહ સંવતને આરંભ વિ. સં. ૧૧૭૦ (વલભી સંવત ૯૫) અર્થાત ઈ.સ. ૧૧૧૩-૧૪ ના અરસામાં થયેલે.
આ સંવતની વર્ષગણનાની બાબતમાં વલભી સંવત અને વિક્રમ સંવતની સાથે આપેલી એની મિતિઓના એ સંવતોની મિતિઓ સાથેના તફાવત પરથી માલૂમ પડે છે કે સિંહ સંવતનાં વર્ષ કાર્તિકાદિ નહિ, પણ ચૈત્રાદિ કે આષાઢાદિ હતાં, પરંતુ રૌત્રથી જેષ્ઠ સુધીની કેઈ નિર્ણાયક મિતિ મળી ન હોઈએ બેમાંથી કઈ પદ્ધતિ અનુસરાતી હશે એ નકકી થઈ શકતું નથી. આ સંવતની ચકાસણી" ની મિતિઓ બહુ થોડી ઉપલબ્ધ હોવાથી એના માસ પૂર્ણિમાંત હતા કે અમાંતા 'એ પણ હજુ નિશ્ચિત થઈ શક્યું નથી.
' હાલ સિંહ સંવતનાં વર્ષ ગૌત્રાદિ હોવાનું ગણીએ, તે એની બરાબરનું ઈસ્વી સનનું વર્ષ કાઢવા સિંહ સંવતના વર્ષમાં ચૈત્રથી ડિસેમ્બર સુધીના સમય માટે ૧૧૧૩ અને જાન્યુઆરીથી ફાગણ સુધીના સમય માટે ૧૧૧૪ ઉમેરવા પડે.
આ સંવતને ઉપયોગ સોરઠમાં મર્યાદિત રહેશે ત્યાં પણ એને ઉોગ વાઘેલા – સોલંકી કાલના અંત સુધીમાં સદંતર લુપ્ત થયો લાગે છે. ૮, વીરનિર્વાણ સંવત
જેનેનાં સાંપ્રદાયિક લખાણોમાં ઘણી વાર વીરનિર્વાણ સંવત’ પણ પ્રયોજાય છે. આ સંવત ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીના નિર્વાણથી શરૂ થયો ગણાય છે. ૦૭ કેટલીક વાર એને “જિનકાલ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ સંવતને ઉલેખ મહાવીર સ્વામીના નિર્વાણ પછીની પહેલી સહસ્ત્રાબ્દીમાં થયો જણાતો ન હોઈ, એ સંવત એ પછી પ્રચલિત થયો લાગે છે. ૧૦૮
શ્વેતાંબર જૈન કવિ નેમિચંદ્રાચાર્યના “મહાવીરચરિય” (ઈ.સ. ૧૦૮૪)માં જણાવ્યું છે કે વીરનિર્વાણ પછી શક રાજા ૬૦૫ વર્ષ અને ૫ માસે થશે. ૦૯ શ્વેતાંબર મેરૂતુંગસૂરિએ પિતાની, “વિવાળીમાં નોંધ્યું છે કે જિનકાલ વિક્રમની પહેલાં ૪૭૦ વર્ષે શરૂ થયો. ૧૦ દિગંબર સંપ્રદાયના નેમિચંદ્ર રચેલા “તિલેયસાર”(૧૧મી સદીમાં પણ “મહાવીરચરિય”ના જેવો ઉલ્લેખ કરે છે.૧૧૧ દિગંબર જિનસેનસૂરિના હરિવંશપુરાણમાં તથા મેઘનંદિના શ્રાવકાચારમાં પણ વીરનિર્વાણ પછી ૬૦૫ વર્ષે શક રાજા થવાને ઉલ્લેખ છે.