________________
tઝ.
૪૯૮ ]
ઈતિહાસની પૂર્વભૂમિકા વિક્રમકાલ( પરાક્રમને કાલ અર્થાત્ શરદ ઋતુ થી આ સંવતને પ્રારંભ થયો. એમ જણાવ્યું.૮૩ કેટલાકે મહાક્ષત્રપ ચાખનને,૮૪ કેઈકે માલવ રાજા યશોધર્માને,૮૫ તો માર્શલ જેવાએ ગંધારના શક રાજા અજ ૧ લાને ૮ અને જયસ્વાલ જેવાએ ગૌતમીપુત્ર શાતકણને વિક્રમ સંવતને સ્થાપક ભા.૮૭ ચોથા સૈકાના અંતભાગમાં ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત ૨ જાએ પશ્ચિમ ભારતના શકે પર વિજ્યા મેળવી ઉજન જીતી લીધું ત્યારથી એ “શકારિ વિક્રમાદિત્ય” તરીકે પ્રસિદ્ધ થયો. આથી ચંદ્રગુપ્ત ૨ જા( વિક્રમાદિત્ય) સાથે વિક્રમ સંવત’માંનું “વિક્રમ” નામ સાંકળવામાં આવ્યું હશે એ મત પણ પ્રચલિત છે.
ઉજજનના પ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યે માલવ દેશને શકોના શાસનમાંથી મુક્ત કરી ઈ. પૂ. ૫૭- ૫૬ માં વિક્રમ સંવત શરૂ કર્યો એવી અનુકૃતિ પણ પ્રચલિત છે. ૮૯ પાંડેયના મત અનુસાર વિક્રમ સંવત એ રીતે માલવગણે શરૂ કરેલ, કૃતયુગ જેવા સમય દર્શાવતા આ સંવતને “કૃત સંવત” કહેવામાં આવ્યા ને આગળ જતાં માલવગણના મુખ્ય અગ્રણી વિક્રમનું નામ આ સંવત સાથે જોડવામાં આવ્યું.૯૦ દિ. ચં. સરકારના મત અનુસાર વિદેશી વંશો દ્વારા સળંગ સંવતની પ્રથા અહીં પ્રચલિત બની; સાથે–પાર્થિયન રાજા નેનસે આ સંવત શરૂ કર્યો, જે શરૂઆતમાં કૃતિ , પછી માલવ પ્રજાને લઈને મારવળ અને ચંદ્રગુપ્ત ૨ જા(વિક્રમાદિત્ય)ને લઈને વિક્રમ નામે ઓળખાયા.૯૧
જે સમયે ઉત્તર ગુજરાતમાં વલભી સંવત પ્રચલિત હતો અને દક્ષિણ લાટમાં રાષ્ટ્રકૂટ દ્વારા શક સંવત પ્રચલિત થવા લાગે તે સમયે ઉત્તર લાટના ચાહમાન રાજા ભવડઢ ૨ જાન (વિ.) સં. ૮૧૩ ની મિતિવાળા દાનપત્રમાં વિક્રમ સંવતને પ્રયાગ એકાએક દેખા દે છે, એની પાછળ સ્પષ્ટ રીતે ત્યાંના ચાહમાન રાજાઓ પર સત્તા ધરાવતા ઉત્તરના ગુર્જર–પ્રતીહાર નરેશોના આધિપત્યની અસર જણાય છે. મૈત્રક કાલ પછી પણ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગુપ્ત–વલભી સંવત ઉપરાંત વિક્રમ સંવત પ્રચલિત થવા લાગ્યો અને એની પાછળ પણ ગુર્જર-પ્રતીહારોની અસર જણાય છે. એ પછી પરમાર અને ચૌલુક્ય (સોલંકી) વંશના શાસન દરમ્યાન ગુજરાતમાં વિક્રમ સંવત ખૂબ પ્રચલિત બન્યો.
વિક્રમ સંવતનું પહેલું વર્ષ ઈ.પૂ. ૫૮-૫૭ બરાબર ગણાય છે. ગુજરાતમાં વિક્રમ સંવતની વર્ષગણના અને માગણનાની કઈ પદ્ધતિઓ હતી એ નકકી કરવા ચાહમાન ભર્તવઢ ૨ જાનું (વિ.) સં. ૮૧૩ની મિતિવાળું તામ્રપત્ર ઉપયોગી નીવડતું નથી, કારણ કે એમાં માસનો નિર્દેશ જ કરવામાં આવ્યો નથી.