________________
૭૮]
ઇતિહાસની પૂર્વભૂમિકા જન્મપત્રિકામાં વિક્રમ સંવતના વર્ષની સાથે હંમેશાં “શ્રીમમૂતિરાજિયાનકત. શા (વર્ષ) આપવામાં આવે છે.
આઝાદ ભારતે જે રાષ્ટ્રિય પંચાંગ પદ્ધતિ અપનાવી છે તેમાં શક સંવત પ્રયોજવામાં આવ્યો છે. ૩૧ થી હવે આ સંવત ભારતભરમાં વિશેષ પ્રચલિત થવા લાગે છે. ૨. કથિક સંવત
સાબરકાંઠા હિલાના શામળાજી પાસે આવેલા દેવની મોરી નામે ગામ પાસે ખોદકામ કરતાં એક બૌદ્ધ રતૂપ મળી આવ્યો હતો. એના પેટાળમાંથી પથ્થરને એક દાબડો પણ મળી આવેલ હતો. એના પરના અભિલેખમાં આપેલી મિતિનું વર્ષ “રુદ્રસેનના રાજ્યકાળ દરમ્યાનનું કથિક રાજાઓનું ૧૨૭ મું વર્ષ ' છે.૩૨
આ કથિક રાજાઓને સંવત કોઈ નવો જ સંવત હતો કે કોઈ પ્રચલિત સંવતના પર્યાય તરીકે વપરાયેલું હતું એ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. અભિલેખની મિતિમાં સુસેન રાજાને ઉલ્લેખ આવતો હોઈ પહેલાં એ રુસેનને પશ્ચિમને ક્ષત્રપ રાજા રુદ્રસેન પહેલે (શક સં. ૧૨૧ થી ૨. સં. ૧૪૪) માનવામાં આવેલ અને કથિક રાજાઓના ૧૨૭ મા વર્ષને શક સંવતનું માનવામાં આવેલું ૩૩ પરંતુ કેટલાક આમિલેખિક, લિપિવિદ્યાકીય અને પુરાવતુકીય પુરાવાઓથી કથિક રાજાઓના ૧૨૭ મા વર્ષને શક સંવતનું માનવું સંભવતું નથી. કેટલાક વિદ્વાને આ મિતિને કલચુરિ સંવતની ૪ ગણાવે છે અને રુસેનને ક્ષત્રપ વંશને રાજા સુસેન ત્રીજે (ઈ. સ. ૩૪૮ થી ૩૭૯-૮૦) માને છે. આ ગણતરીએ વર્ષ ૧૨૭ એ ઈ. સ. ૩૭૬-૭૭ આવે. કોઈ વળી આ વર્ષને કોઈ અજ્ઞાત સંવતનું અને આ રાજાને કથિક વંશનો માનવાનું સૂચવે છે, પરંતુ આ રસ્તૂપનાં ખંડિયેરમાં ક્ષત્રપ રાજાઓના અનેક સિક્કા મળ્યા હોઈ આ રાજા ક્ષત્રપ રુદ્રસેન ત્રીજો હોવાનું તદ્દન સંભવિત છે, જ્યારે ક્ષત્રપ રાજાઓના બધા જ અભિલેખમાં શક સંવત વપરાયો હોઈ અને ક્ષત્રપ કાલ દરમ્યાન કલચુરિ સંવત માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વપરાતે હેઈ ઉપરની મિતિ કલચુરિ સંવતની ભાગ્યેજ હોઈ શકે. આથી કેટલાક વિદ્વાને આ અભિલેખમાંના રુકસેનને ક્ષત્રપ રાજા રુસેન ત્રીજે (ઈ. સ. ૩૪૮ થી ૩૭૯) માનવા છતાં કથિક સંવતને એક જુદો જ સંવત માને છે.