________________
૧૩ મું]
. કાલગણના આ સંવતને ઉપયોગ પહેલાં ખાસ કરીને પશ્ચિમના ક્ષત્રપ રાજાઓના અભિલેખોમાં થયેલે માલુમ પડે છે, આથી એ પશ્ચિમના ક્ષત્રપોએ શક સંવત પ્રવર્તાવ્યો હશે એવો એક સામાન્ય મત પ્રચલિત છે. ક્ષહરાત ક્ષત્રપ લેખોના પહેલા ચાર દાયકાનાં વર્ષ નહિ મળતાં હોવાથી તેમજ નહપાન અને એને પુરેગામી ભૂમક ખંડિયા રાજાનું સ્થાન ધરાવતા હોવાથી લહરાત ક્ષત્રપોને આ સંવતના પ્રવર્તક માનવા ભાગ્યેજ ઉચિત ગણાય.
કાલાનુક્રમની દૃષ્ટિએ પશ્ચિમના ક્ષત્રપ કામક પ્રાયઃ કુષાણ રાજાઓના આધિપત્ય નીચે હતા. આ કુષાણોએ કનિષ્ક ૧ લાના સમયથી પોતાને એક સળંગ સંવત વાપરેલે અને એને આરંભ સંભવત: ઈ. સ. ૭૮ માં થયેલ જણાય છે. આથી શક સંવત કુષાણ રાજા કનિકે પ્રવર્તાવ્યો અને કુષાણોના મંડિયા એવા કાર્દમક ક્ષત્રપ રાજાઓએ પણ એને જ ઉપયોગ કર્યો છે એ પ્રચલિત મત સહુથી વધુ સ્વીકાર્ય લાગે છે.
શરૂઆતના સૈકાઓમાં જ્યારે કુષાણ તથા ક્ષત્રપ રાજાઓ જ આ સંવતને પ્રયોગ કરતા હતા ત્યારે એને માટે કેઈ વિશિષ્ટ નામ પ્રજાતું નહિ, પરંતુ આગળ જતાં જ્યારે બીજા સંવત પ્રચલિત થયા ત્યારે એ સંવતોથી અલગ પાડવા આ સંવતને “શક કાલ” (શક સંવત) એવું નામ અપાયું ૧૩ કેમકે એ સંવત ત્યારે શક જાતિના ક્ષત્રપ રાજાઓના અભિલેખોમાં લગભગ ત્રણ સૈકાથી વપરાયે હોઈ શક રાજાઓ સાથે ખાસ સંકળાયેલું હતું. - જ્યોતિષીઓએ નિશ્ચિત કર્યા મુજબ શક સંવતનું આરંભવર્ષ ઈ. સ. ૭૭-૭૮ મનાય છે. ૧૪ ભારતના ઘણાખરા ભાગોમાં આ સંવતનાં વર્ષ ગત વર્ષોની પદ્ધતિ" અનુસાર ગણાય છે. એ ગણતરીએ આ સંવતનું પહેલું વર્તમાન વર્ષ ૩ જી માર્ચ, ઈ. સ. ૭૮ થી ૨૦ મી ફેબ્રુઆરી, ઈ. સ. ૭૦ સુધીનું અને પહેલું ગત વર્ષ ૨૧ મી ફેબ્રુઆરી, ઈ. સ. ૭૯ થી ૧૦ મી માર્ચ, ઈ. સ. ૮૦ સુધીનું ગણાય છે.૧૭
એ મુજબ શક વર્ષની બરાબરનું ઈસ્વી સનનું વર્ષ કાઢવા માટે શક સંવતના વર્ષમાં ચૈત્રથી ડિસેમ્બર દરમ્યાન ૭૮ અને જાન્યુઆરીથી ફાગણ દરમ્યાન ૭૯ ઉમેરવા પડે છે.૧૮ શક સંવતનું પહેલું ગત વર્ષ વિ. સં. ૧૫૧૩૬ની બરાબર હોઈ શક સંવતના વર્ષમાં ચૈત્રથી આધિન દરમ્યાન ૧૩૪ ને કાર્તિકથી ફાળુન દરમ્યાન ૧૩૫ ઉમેરવાથી વિક્રમ સંવતના સમકાલીન વર્ષને માંકડો નીકળે છે. ૧૯