________________
પ્રકરણ ૧૩
કાલગણના
કાલગણના એ ઇતિહાસની કરોડરજજુ છે. રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસની ઘણી ઘટનાઓ તે તે સમયના પ્રચલિત સંવતનાં વર્ષોમાં નોંધી હેય છે. એને આધારે તે તે ઘટનાનો પૂર્વાપર સંબંધ સાંકળી શકાય છે તેમજ તે તે ઘટનાને ચોક્કસ સમય નક્કી કરી શકાય છે, આથી ગુજરાતનો ઇતિહાસ આલેખતાં પહેલાં એમાં પ્રયોજાયેલ કાલગણનાની જુદી જુદી પદ્ધતિઓને પરિચય કરો પ્રાપ્ત થાય છે.
કાલગણનામાં સૂર્યના ઉદય-અસ્ત પ્રમાણે પ્રકાશ-અંધકાર દર્શાવતો દિવસ (અહોરાત્ર), ચંદ્રની કલાની વધઘટને નિયત ક્રમ દર્શાવતો માસ, અને ઋતુઓના પરિવર્તનને નિત્યક્રમ દર્શાવતું વર્ષ, એ ત્રણ મહત્ત્વના એકમ છે. એમાં ઈતિહાસની ઘટનાઓની બાબતમાં વર્ષની સંખ્યા સહુથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. માસ, પક્ષ, તિથિ, વાર ઇત્યાદિ એમાં વિગતે પૂરે છે. વર્ષ વિનાની મિતિ એ એકડા વિનાનાં મીંડાં છે.
કાલગણનાની બાબતમાં જ્યારે કોઈ સળંગ સંવત પ્રજાતો નહોતો ત્યારે અગત્યના બનાવોને સમય સામાન્યતઃ તે તે સમયના રાજાના રાજ્યકાલનાં વર્ષોમાં આપવામાં આવતો. મૌર્ય કાલમાં કોઈ સળંગ સંવત વપરાતે નહોતે.' મૌર્ય સમ્રાટ અશોકે પોતાના અભિલેખમાં ઘટનાઓને સમય પિતાના રાજ્યકાલનાં વર્ષોમાં આપે છે. જે મૌર્ય કાળ દરમ્યાન ચંદ્રગુપ્ત મૌર્યે શરૂ કરેલ મૌર્ય સંવત વપરાતો હોત, તો અશોકે એના રાજ્યકાલના બનાવો માટે મૌર્ય સંવતનાં વર્ષો આપ્યા હેત, પોતાના રાજ્યાભિષેકનાં નહિ. વળી મૌર્ય સંવત જેમાં પ્રયોજાયો હોય તેવી કોઈ મિતિઓ કોઈ અન્ય લખાણોમાં ઉપલબ્ધ થઈ નથી.
- ઘટનાઓને સમય રાજ્યકાલનાં વર્ષોમાં આપવાની પ્રણાલી ભારતીય-યવન રાજાઓના શાસનકાલમાં પણ ચાલુ રહી હતી.