________________
[.
૪૦]
ઇતિહાસની પૂર્વભૂમિકા વાળા
વળાની આસપાસ પ્રદેશ વાળાક કહેવાતા. સેલંકી કાલમાં ત્યાં વાળા વંશના રાજાઓ રાજ્ય કરતા. વળા ઉપરાંત તળાજા પણ એમને તાબે હતું. એ વલભીના મૈત્રકોના વંશજ હતા ને મેવાડથી સૌરાષ્ટ્રમાં પાછા વળ્યા તેથી “વાળા” કહેવાયા એ શબ્દોત્પત્તિ, દેખીતી રીતે કૃત્રિમ છે. “વાળા” નામ “વળા” (વલભી) પરથી જ થયું હોવું સંભવે છે. ૧૪૦
ઝાલા
ઝ લા કુલને મૂળ પુરુષ હરપાલ કચ્છના મકવાણું કુલનો હતો. એના વંશજોએ આગળ જતાં પાટડીમાં રાજસત્તા સ્થાપી; એ સત્તા હળવદ સુધી પ્રસરી.૧૪૧ હરપાલની પત્ની શક્તિદેવીએ હાથીના ઉપદ્રવ સમયે બાળકને ઝરૂખામાંથી ઝાલી લીધા તેથી તેઓ “ઝાલા” કહેવાયા ઃ એ કપોલકલ્પિત ગણાય.૧૪૨ શ્રી. જયચંદ્ર વિદ્યાલંકાર “ઝાલા” શબ્દની ઉત્પત્તિ “ઝલ” પરથી તારવે છે ને “ઝલને “લ્લ” નું રૂપાંતર માને છે૧૪૩ કેટલાક ઝલ” એટલે સરોવર પરથી આ નામ ઘટાવે છે.૧૪૪ ઝાલાઓના નામ પરથી સૌરાષ્ટ્રને આ પ્રદેશ પણ “ઝાલાવાડ” કહેવાય.
હેરોલ
દ્વારકામાં રાઠોડ-વાટેની સત્તા સ્થપાઈ તે પહેલાં ત્યાં હેરોનું વર્ચસ હતું. એ પરમાર વંશની શાખાના ગણાયા.૧૪૫ ગાહિલ
સેજક ગોહિલે તેરમી સદીના મધ્યમાં મારવાડમાંથી સૌરાષ્ટ્ર આવી, ચૂડાસમા રાજાની ઓથથી પૂર્વ સૌરાષ્ટ્રમાં પિતાની રાજસત્તા સ્થાપી ને સમય જતાં એ સત્તા આસપાસના પ્રદેશમાં પ્રસરી, આથી આ પ્રદેશ “ગોહિલવાડ” તરીકે ઓળખાયો. ગેહિલ રાજાઓ પિતાને શાલિવાહન રાજાના વંશજ ગણાવે છે. આ શાલિવાહન તે સામાન્યત: દખણના પ્રતિષ્ઠાન (પૈઠણ) નગરને પ્રસિદ્ધ પ્રાચીન રાજા શાલિવાહન મનાય છે; વળી એ મેવાડના ગુહિલ વંશને રાજા શાલિવાહન (સં. ૧૦૩૦) હેવાને સંભવ પણ મનાય છે. ગુહિલ, ગોહિલ, ગુહલોત વગેરે નામે ઓળખાતા આ વંશને મૂળ પુરુષ ગુહિલ કે ગુહદત્ત ગણાય છે, પરંતુ એ વલભીના છેલ્લા મૈત્રક રાજા શીલાદિત્યને પુત્ર