________________
૧૨ મું] પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને આગમન [૪૪૫ છે તેમ જ કોઈ મૈત્રકોએ પતે પાશુપત હેવા છતાં શાક્ય ચિત્યનું પૂજારીપણું પણ સ્વીકાર્યું હોય એમ લાગે છે. ૩
આ કુલના મૂળપુરુષ “મિત્ર' પરથી મૈત્રકે નામ પડેલું જણાય છે. આ મિત્ર તે પ્રાયઃ પાશુપત સંપ્રદાયના પ્રવર્તક લકુલીશને એ નામને શિષ્ય, જેના વંશજ મૈત્રી કે મૈત્રક કે મૈો તરીકે ઓળખાયા એમ હરિપ્રસાદ શાસ્ત્રી સૂચવે છે પાશુપતે સૈનિકમાંથી સેનાપતિ ને એ પછી રાજા બન્યા હશે. ૨૪
આમ મૈત્રકે મૂળ વૈશ્ય, પણ રાજસત્તા પર આરૂઢ થતાં ક્ષત્રિય તરીકે ઓળખાવા લાગ્યા છે. આ પરથી એક વર્ણમાંથી બીજા વર્ણમાં આવવું-જવું થતું એને એક પુરાવા મળે છે. ગારુલક
પુરાણોમાંથી મળતી વિગતો પ્રમાણે ગારલકો એ “ગુરુ!” કુલના લેક છે ને તેઓ યવને, શ અને દૂણ જેવા પરદેશી જાતિના છે. સૌરાષ્ટ્રમાં તેઓ આ સમય દરમ્યાન સત્તારૂઢ થયેલા ને લગભગ બસો જેટલાં વર્ષો સુધી સત્તાસ્થાને રહેલા જણાય છે. ૫ સેંધવો-જેઠવા
ઘૂમલીના સેંધવો સિંધુ દેશમાંથી આવેલા જણાય છે. અરબએ સિંધ પર ચડાઈ કરી ત્યારે સેંધો સુરાષ્ટ્રમાં મૈત્રકેના આશ્રયમાં આવી રહ્યા ને આઠમી સદીના મધ્યભાગમાં નવા પ્રદેશ પર રાજ્ય પ્રાપ્ત કરીને તેઓએ લગભગ ઈ. સ. ૯૧૫ સુધી રાજ્ય કર્યું. એવી સંભાવના કરવામાં આવી છે કે પાછળથી તેઓ જેઠવા નામે ઓળખાવા લાગ્યા. જૂની માન્યતા એવી છે કે
જ્યાં મેહરનું મુખ્ય થાણું હતું તે મોરબીમાં તેઓએ રાજસત્તા સ્થાપી ને પછી નાગનહ (જામનગરનું જૂનું સ્થાન) ને બેટદ્વારકા પણ લીધાં. પરંપરા પ્રમાણે આ કુલના એક રાજાએ ઘૂમલીમાં રાજધાની સ્થાપી. આમ જેઠવા મેહર (મેર) કુલ સાથે ગાઢ રીતે સંકળાયેલા કહેવાય છે ૧૭
સિંધુદેશથી આવેલા આ સૈધવ રાજાઓ પિતાને જયદ્રથવંશના ગણાવતા, તેઓ ધૂમલીની આસપાસના પ્રદેશમાં સત્તારૂઢ થયા તે પ્રદેશ ઈ. સ. ૯૧૫ પછી થોડા દાયકામાં ‘જેઠુક દેશ તરીકે ઓળખાયા અને એ પછી એ પ્રદેશમાં સદીઓ