________________
૪૩૮ ]
નીચલા વર્ગોમાં ભળે છે
ઇતિહાસની પૂર્વ'ભૂમિકા
[..
આગંતુક ધાડાના ઉચ્ચ વર્ગના લેક જતે દિવસે ઉચ્ચ વર્ણોમાં સ્વીકાર્ પામે તેા નીચલા વર્ગ નીચલી કારીગર તિમાં ભળે. ઉચ્ચ વર્ણમાં ભળનાર પેાતાનું જૂનું નામ બદલીને નવુ સ ંસ્કૃત નામ અપનાવે, જ્યારે નીચલા વર્ષોમાં ભળનારને એમ કરવું એટલું જરૂરી ન જાય. આથી જ કદાચ ઘણીબધી નીચલી જ્ઞાતિઓમાં ‘ગુર્જર’ નામની પેટા-જ્ઞાતિઓ જોવા મળે છે. શરૂઆતમાં વિજેતા તરીકે રાજત્વ પામનાર કુળના કેટલાક લેાક પરાભવ પછી ગમે તે વ્યવસાય અપનાવવાની ફરજ પડતાં નીચલા વર્ગોમાં સરકી પડતા હશે એમ પણ જોવા મળે છે.૩ ૧
આમ બધા વર્ણો–વર્ગોમાં વત્તાઓછા પ્રમાણમાં આગ તુક પ્રજા પ્રવેશ પામે છે. શક-કુષાણાના સમયમાં વધુ બૌદ્ધ ધર્મ દ્વારા તેા ગુર સમયમાં વધુ જૈન ધ દ્વારા તે વત્તાઓછા પ્રમાણમાં બધા જ સમય દરમ્યાન બ્રાહ્મણધર્મ દ્વારા પરદેશીએ સ્થાનિક સમાજમાં પ્રવેશ પામ્યા જણાય છે. ગુર્જર જાતિ એટલા વ્યાપક પ્રમાણમાં જુદા જુદા વર્ણો અને જાતિમાં ભળી છે કે ગુજરાતની સમગ્ર વસ્તીમાં ગુર્જર પડે પથરાયેલુ જોવા મળે છે.
૩૨
ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં પ્રાપ્ત થતી માહિતીને આધારે તત્કાલીન નતિઓનો ખ્યાલ કરીએ. ઈ. પૂ. ૩૨૨ થી ઈ. સ. ૧૩૦૪ ના પ્રાચીન ગુજરાતના સમયાવધિ દરમ્યાન બહારથી અનેક જાતિઓના આગમનની તેમજ એમની સ્થાનિક સમાજમાં ભળી જવાની પ્રક્રિયા ખૂબ જોરમાં જોવા મળે છે. ગુજરાતમાં બહારથી આવેલી જાતિઓનું સ્થાનિક પ્રજામાં વ્યાપક પ્રમાણમાં સ`મિશ્રણ થયુ' છે. આથી જ કદાચ ધર્મશાસ્ત્ર સુરાષ્ટ્રને મ્લેચ્છ લેકેાના પ્રદેશ તરીકે ઓળખાવ્યે હાય અને પુરાણમાં સુરાષ્ટ્રમાં પ્રવાસ કરી આવનારને પાપ ધાવા માટેની શુદ્ધિક્રિયા કરવાનું દર્શાવ્યું હાય.૩૩
ભારતની અનેાખી એવી વર્ણની અને જ્ઞાતિની વ્યવસ્થાએ આ વિભિન્ન ન્નતિ કે આદિમ ટાળીઓને એક એકયબદ્ધ, સાતત્યપૂર્ણ અને સ્થિર સમાજમાં આંધવાનું કામ સફળ રીતે પાર પાડયુ છે;૪ આ હકીકતનું પ્રાચીન ગુજરાતની વસ્તી એક જવલંત ઉદાહરણ પૂરું પાડે છે.