________________
૩૯૮]
ઇતિહાસની પૂર્વભૂમિકા
જણાવ્યું છે.૭૦૪ આહાર-વિષય' તરીકે કાર્મણેયને ઉલ્લેખ ચાલુક્યવંશીય શ્યાશ્રય શીલાદિત્યના ઈ. સ. ૬૯૩ ના અને અવનિજનાશ્રય પુલકેશીના ઈ. સ. ૭૩૯ ના -એ બે દાનશાસનમાં થયેલ છે.૭૦૫ રાષ્ટ્રકૂટવંશના અમોઘવર્ષ ૧ લાના, તરસાડીમાંથી મળેલાં પતરાંના ઈ. સ. ૮૫૦ ના દાનશાસનમાં “કમ્મતપુરવિષય” પણ કામરેજને જ વાચક છે.૭૦૨ ધ્રુવ ૩ જાના ઈ. સ. ૮૬૭ ના દાનશાસનમાં કર્મા નપુરશેડ(શ)શત’ તે પણ આ છે, જ્યારે ઇદ્રરાજ ૩ જાના ઈ. સ. ૯૧૪ ના દાનશાસનમાંનું “કમ્મણિજજ' પણ આ જ છે.૭૦ એ “ભક્તિ” “આહાર” વિષય એ નાનામોટા વહીવટી વિભાગના વડા મથક તરીકે રહેલું આ કમ્મણીય -કર્મણેય-કમ્મતપુર” એ સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું વડું મથક, સુરતથી ઉત્તરપૂર્વે ૧૬ કિ. મી. (દસ માઈલ) ઉપર આવેલું, કામરેજ છે.
ઘરાય : મૈત્રકવંશના ધરસેન ૨ જાના શાકે ૪૦ (ઈ. સ. ૪૭૮)ના બનાવટી માલૂમ પડી આવેલા દાનશાસનમાં “ધરાય વિષય કહેલ છેoછે એ વિષયનું વડું મથક “ઘરાયે” તે હાલના કામરેજની ઉત્તર-પૂર્વે સાડા છ કિ. મી. (ચાર માઈલ) ઉપરનું સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું “ઘલા” હેવાની શકયતા છે.૭૦૮
કંતારગામ-કાંતારગ્રામ ધરસેન રજાના બનાવટી નીકળેલા શાકે૪૦ (ઈ.સ. ૪૭૮૨)ના દાનશાસનમાં કંતારગ્રામશોડ(થ)શતવિષય’નું ગામદાન આપવાનું લખ્યું છે.૭૦૮ આ ૧૧૬ ગ્રામોના સમૂહના વડા મથક તરીકેનું નગર તે “કંતારગ્રામ”. ઉપર કમ્પનીયશોડ(શ)શત’ કહેલ છે તેવો આ પ્રકાર છે. રાષ્ટ્રકૂટવંશની ગુજરાતની શાખાના ધ્રુવ ર જાના ઈ. સ. ૮૮૪ ના દાનશાસનમાં, પહેલાં કવરિકાહારવિષય” કહેવાતા અને રાજાના સમયમાં “કાંતારગ્રામ–આહારવિષય ગણાતા વિભાગના કતારગ્રામ” નજીક આવેલી નદીના કાંઠાના બૌદ્ધવિહારને દાન આપવામાં આવ્યું છે. ૧૦ આ અત્યારે સુરત જિલ્લાના (સુરત જેનું વડું મથક છે તે) ચોર્યાસી તાલુકાનું સુરતથી ઉત્તરમાં ૧૬ કિ. મી. (દસ માઈલ) ઉપર આવેલું કતારગામ છે.
વરિઅવિઃ રાષ્ટ્રકૂટવંશના કૃષ્ણ ૨ જાના અંકલેશ્વરમાંથી મળેલાં પતરાંના ઈ. સ. ૮૮૮ ના દાનશાસનમાં “વરિઅવિ 'ના નિવાસી બ્રાહ્મણને દાન આપવામાં આવ્યું છે.૭૧૧ આ વરિઅવિ એ આજનું સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનું “વરિયાવ છે,