________________
રાહક ]
ઈતિહાસની પૂર્વભૂમિકા ગુડશ : આચારાંગસૂત્રની ચૂર્ણિમાં એક “ગુડશસ્ત્ર” નગરને નિર્દેશ થયેલ છે;૮૧ ખપુટાચાર્ય નામના એક જૈનાચાર્ય પોતાના શિષ્યને ભરુકચ્છમાં મૂકીને વૃદ્ધકટ નામના વ્યંતરનો ઉપદ્રવ શમાવવા ગુડશસ્ત્રમાં ગયા હતા અને પિતાને શિષ્ય શિથિલાચારી બની બૌદ્ધોમાં ભળી ગયાનું સાંભળી પાછા ભરુકરછ આવ્યા હતા. આ નગરનામ સાથે જન્ય-જનક પ્રકારને સંબંધ ધરાવતાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું “ગડખોલ , નાંદોદ તાલુકાનું “ગડોદ', વાગરા તાલુકાનું ગોલાદરા” અને હાંસોટ તાલુકાનું ઘોડાદરા” ગામે મળે છે. આમાંનું કયું મૂળ 'ગુડશસ્ત્ર’ હશે એ કહેવું મુશ્કેલ છે.
લેહિગકક્ષઃ ગુર્જરનૃપતિવંશના જ્યભટ જ થાના ઈ. સ. ૭૩૬ ના દાનશાસનમાં હિંગકક્ષ—પથક-આહારમાંથી નીકળીને આવેલા બ્રાહ્મણને ભરુકચ્છ વિષયનું ગામ દાન આપવામાં આવ્યું છે. ૮૭ આ પથક-આહારનું વડું મથક હિગકક્ષ, સંભવ છે કે, ભરૂચ જિલ્લાના ડેડિયાપાડા (દેડિયાપાડા) તાલુકાનું રૂખલ હેય.
જબૂસર : આજના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું વડું મથક જંબુસર નાંદીપુરીના ગુર્જરનૃપતિવંશના રાજાઓના સમયમાં બ્રાહ્મણોથી વસેલું ગામ હતું. દ ૨ જાના ઈ. સ. ૬૨૯ ના અને ઈ. સ. ૬૩૪ ના પુનરાવર્તિત દાનશાસનમાં દાન લેનારાઓમાં ‘જંબુસરમાંથી આવેલા બ્રાહ્મણને નિર્દેશ આવે છે. ૧૮૮છ વર્ષ બાદ મૈત્રકવંશના ધ્રુવસેન ૨ જાના ઈ. સ. ૬૩૯-૪૦ના દાનશાસનમાં પણ દાન લેનાર જંબુસરથી આવેલ બ્રાહ્મણ છે.૧૮૯ ચાલુક્ય વિજયરાજના ખેડામાંથી હાથ લાગેલા, ઈ. સ. ૬૪૩ના ગણુતા, પરંતુ અનેક કારણોથી બનાવટી માલૂમ પડેલા, દાનશાસનમાં પણ દાન “જંબુસરના બ્રાહ્મણને અપાયું કહ્યું છે. ૧૯૦ નોંધવા જેવું છે કે યાસ્કના નિરુક્તની ઈ. સ.ની ૩ જી સદી આસપાસની દુર્ગવૃત્તિને લેખક દુર્ગાચાર્ય “જંબુસરીને વતની માલૂમ પડી આવ્યા છે. ૧૯૧
ઉદ્દે બરગર : આને ઉલ્લેખ મૈત્રકરાજા ધ્રુવસેન ર જાનાં ઈસ. ક૭૯ અને ૬૪૦નાં દાનશાસનમાં થયેલું છે. ૨૯૨ જંબુસરના સાંનિધ્યે કહી શકાય કે ઉર્દુબરગર નગર તે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું, જંબુસરથી ઉત્તરે ચાર કિ. મી. (અઢી માઈલ) ઉપરનું “ઉમરા” હશે. ધરસેન ૪ થાના ઈ. સ. ૬૪૮ ના દાનશાસનમાં પણ આ ગામને ઉલેખ થયેલ મળે છે૧૯૩