________________
૨૯૪]
ઈતિહાસની પૂર્વભૂમિકા કેરિલાપુર-કેરિલા : નર્મદા નદીના તીરકાંતમાં એક કોરિલાપુરને સ્કંદપુરાણમાં ઉલ્લેખ થયેલું છે, જે ૨૭ જ્યાં દેઢ કરોડ તીર્થ હોવાનું કહ્યું છે. પુરાણમાં સેંધાયેલા નગરને કેરિલા તરીકે ગુર્જરનૃપતિવંશના રાજા જ્યભટ ૩ જાના ઈ. સ. ૭૦૬ ના દાનશાસનમાં સગડ મળે છે. જે
કાયાવતાર : આ સ્થળને ઉલેખ ગુર્જરનૃપતિવંશના જયભટ ૩ જાના ઈ. સ. ૭૦૬ ને દાનશાસનમાં રાજાની છાવણીના સ્થાન તરીકે થયે છે.૧૯ શિવના અવતાર તરીકે લેખાયેલા, પાશુપત સંપ્રદાયના સંસ્થાપક, લકુલીશને જન્મ આ “કાયાવતાર-કાયાવરોહણ (‘કરેહણ” નામ પણ મળે છે)માં થયે કહ્યો છે ૧૭૦ આજનું “કારણે નામ આ નગરના “કાયાવરોહણ એવા પ્રચલિત નામ ઉપરથી આવેલું છે. ૭૧ આ કારણે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ડાઈની પશ્ચિમે પંદરકે કિ.મી. (૧૧ માઈલ) ઉપર આવેલું તીર્થસ્થાન છે.
દર્ભવતી-દભવતી : ડભોઈની ઈસ. ૧૨૫૩ની વૈદ્યનાથપ્રશરિતમાં વિસલદેવ વાઘેલાએ શ્રીવૈદ્યનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું જાણવામાં આવ્યું છે, પરંતુ અભિલેખના સંખ્યાબંધ શબ્દ નષ્ટ થઈ ગયેલા હેઈ નગરનું નામ જળવાયેલું જોવા મળતું નથી; પણ સોલંકી રાજા ભીમદેવ ૨ જા ના રાજ્યકાલમાં ઈ. સ. ૧૧૫ માં એક ગ્રંથ લાદેશની ‘દર્ભાવતી'માં લખાયાનું જાણવામાં આવ્યું છે; તે ગિરનાર ઉપરના વસ્તુપાલ-તેજપાલના સમયના ઈ. સ. ૧૨૩૨ ના છ અભિલેખમાં અણહિલપુર” “ભૃગુપુર સ્તંભનપુર સ્તંભતીર્થ” “દર્ભવતી “ધવલક્કક' એમ નગરોમાં નવાં દેરાસર અને દેરાસરોના જીર્ણોદ્ધાર કર્યાનું સૂચવ્યું છે ત્યાં એક સ્થાન તરીકે એ નિર્દેશાયું છે. ૧૭ અહીં વીસલદેવને જન્મ થયે કહેવાય છે. ૧૯૪ વીસલદેવના સમયના વૈદ્યનાથ-મંદિરના ભગ્નાવશેષ અને ડભોઈના કિલ્લાના દરવાજા એની પ્રાચીન જાહેરજલાલીને આજે પણ ખ્યાલ આપી રહેલા છે. આ ડભોઈ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનું વડું મથક છે.
સંગમખેટક ગુર્જરનૃપતિવંશના દ ર જા(પ્રશાંતરાગ)નાં ઈ. સ. ૬૪રનાં બે દાનશાસનમાં “સંગમખેટકવિષયમાં આવેલાં બે ગામોની જમીન દાનમાં આપ્યાનું મળે છે. ૧૭૫ ઊંછ અને એર નદીઓના સંગમ ઉપર આવેલું હોઈ એ “સંગમબેટક તરીકે જાણીતું થયેલું. એ વિષયનું વડું મથક, હાલનું “સંખેડા, વડેદરા જિલ્લાના સંખેડા તાલુકાનું મુખ્ય મથક છે, જે હાલ ખરાદીકામના હુન્નર માટે જાણીતું છે.