________________
૧૧ સુ’]
પ્રાચીન ભાંગેાલિક ઉલ્લેખ
[ ઙટલ
વસ્તુપાલને પોતાના પ્રતિનિધિ તરીકે નીમ્યા હતા.૬૨૮ અહીં જ ભરૂચના શંખે વસ્તુપાલને પેાતાના પક્ષમાં આવી જવા કહેણ મેકલેલું, પણ વસ્તુપાલે દાદ ન આપતાં શંખ ખંભાત ઉપર ચડી આવ્યા; વસ્તુપાલ જાતે યુદ્ધમાં ઊતરતાં શંખ નાસી ગયા.૧૨૯ વસ્તુપાલ-તેજપાલના વિ. સં. ૧૨૮૮—ઈ. સ. ૧૨૩૨ ના ગિરનાર અભિલેખામાં વસ્તુપાલના પુત્ર જયંતસિંહને ‘સ્તંભતી''ના મુદ્રાવ્યાપાર કરતા કહેવામાં આવ્યા છે.૬૩૦ એક અભિલેખ તેા ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરને ઈ. સ. ૧૨૯૬ ના છે, જેમાં વાધેલા અજુ નદેવના પુત્ર રામદેવના સમયમાં ‘સ્તંભતીર્થ'માં ખેલ નામના એક માઢ વણિકે ચિંતામણિ પાર્શ્વનાથનું જૈન મદિર કરાવ્યાનુ જણાવ્યું છે. ત્યાં એને પુરાના તિલકરૂપે કહ્યું છે.૧૭૧ ગ્રંથસ્થ ઉલ્લેખા પ્રબધામાં ઠીક ઠીક થયેલા છે. પ્રભાવકચરિતમાં ‘હેમચંદ્રસૂરિચરિત’માં હેમચંદ્રનાં માતાપિતા ‘સ્તંભતીર્થ'માંના પા મંદિરમાં ગયાનું અને ત્યાં સેામચંદ્ર નામથી હેમચંદ્રાચાર્યની દીક્ષા થયાનું, કુમારપાલે ‘સ્ત’ભતી'માં પ્રવેશ કર્યાનું, 'સ્તંભતીર્થ'માં ઉદ્દયન મંત્રીના નિવાસનુ', વગેરે મળે છે.૬૩૨ એ જ ગ્રંથ અભયદેવસૂરિના પ્રસોંગમાં ‘પત્તન’ અને ‘આશાપલ્લી' વચ્ચે 'તામ્રલિપ્તિ' કહે છે તે ‘ખંભાત' છે.૧૩૩ પ્રશ્નોંધચિંતામણિમાં ‘કુમારપાલાપ્રિબંધ'માં આ. હેમચંદ્રનું ઉદયનને ત્યાં જવાનું, કુમારપાલે ત્યાં ‘સાલિગવસહિકાપ્રાસાદ’ના જીર્ણોદ્ધાર કરાવ્યાનું, અને વસ્તુપાલને ‘સ્તંભતીર્થાં’માંના સબ્દ–નામના નાવિક સાથે વિગ્રહ થયાનું નોંધાયું છે. વિવિધતીર્થંકલ્પમાં તેજપાલે સ્તંભતીર્થ'માં નૈમિજિનની મૂર્તિ તેમજ પૂર્વજોની મૂર્તિ અને હસ્તિશાલા કરાવ્યાનું, વીરધવલે વસ્તુપાલ-તેજપાલને ખેલાવી ‘રતંભતીર્થી' અને ધવલક'ની સત્તા સુપરત કર્યાંનું, અને તીર્થાની યાદીમાં નેમિનાથનું દેરાસર હોવાનું કહેવાયું છે.૧૩૫ પુરાતનપ્રબંધસંગ્રહમાં, કાઈ એક વ્યવહારી (વેપારી) ‘સ્તંભતીર્થ' ગયાનું, વસ્તુપાલ ‘સ્તંભતીર્થં’ ગયાનું, તેજપાલે રાણા વીરધવલને ‘સ્તંભતીર્થ' પ્રાપ્ત કરાવ્યાનું, માણિકયસૂરિ તરફના રાષને લીધે મંત્રી વસ્તુપાલે ‘સ્તંભતીર્થ'ની પૌષધશાળા લૂ’ટાબાનુ, વસ્તુપાલે ‘સ્તંભતીર્થ’માં પણ સરસ્વતીભાંડાગાર કરાવ્યાનું, વેપાર માટે તેજપાલને સ્તંભતીર્થ'માં માકલ્યાનું, કોઈ ખંડેરાય–સાંખુલાક ‘સ્તંભતીર્થ'માં વસ્તુપાલ ઉપર સૈન્ય લઈ ચડી આવ્યાનુ', અને કુમારપાલ ગુપ્તવાસમાં ‘સ્તંભતી’માં ઉદ્દયન શ્રેષ્ઠી પાસે ગયાનું નાંધાયું છે.૬૩૬ પ્રબંધકાશમાં પણ આમ નામના રાજા ‘તંભતીર્થ'માં ગયાનું અને ત્યાં નેમિનાથના ભિષ્મને નમન કર્યાનું, ‘સ્તંભતીર્થ'માં વસ્તુપાલને ‘સ્તંભતીર્થોં ' અને ધવલક્ઝક'નું આધિપત્ય મળ્યાનું, સુલતાન મેાજદ્દીનની વૃ
૬૩૪