SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨] ઇતિહાસની પૂર્વભૂમિકા [. ગયો હતો. ૨૫ વળી રાણા વીરધવલનું રાજ્ય ધવલકમાં હતું, ત્યાં એક વાર કાન્યકુબ્ધના રાજાની પુત્રી ગુર્જરધરામાં આવ્યા પછી સમયે મરણ પામી ગુર્જર દેશની અધિષ્ઠાત્રી વ્યંતરી થઈ વિરધવલના રવપ્નમાં આવી કહી છે." વસ્તુપાલને લગતા અનેક પ્રસંગ “ધવલક્કકમાં બન્યા હતા.૫૬૭ હકીકતે ઉત્તર સોલંકીકાલમાં વાઘેલા રાણાઓની એ રાજધાની બન્યું હતું અને મહામાત્ય વરતુપાલના સમયમાં અનેક વિદ્વાનેનું એ નિવાસસ્થાન બની રહ્યું હતું : અહીં ચાંડૂ નામના નાગર પંડિતે ઈસ. ૧૨૯૭ માં નૈષધીયચરિત મહાકાવ્યની “દીપિકા” ટીકા રચી હતી,૫૬૮ તો ચાર્વાક સંપ્રદાયના “તોપદ્ધવસિંહ'-ગ્રંથની એક માત્ર મળેલી નકલ ઈ. સ. ૧૩૯૨ માં અહીં કરવામાં આવી હતી. ૨૯ એ પૂર્વે ઈ.સ. ૧૧૩૫ માં જયસિંહના રાજ્યકાલમાં પુષ્પવતી' નામક કથાની નકલ અહીં થયાનું જાણવામાં આવ્યું છે. ૫૭૦ કુમારપાલે ગુપ્તવાસમાં પિતાને દહીંભાત ખવડાવનારી દેવશ્રીને, પાછળથી પોતે રાજા થતાં, ધવલક્કકે દાનમાં આપ્યું હતું.૫૭૧ કીર્તિકૌમુદીમાં સોમેશ્વરે લવણપ્રસાદે પિતામહ ધવલના નામથી ધવલક્કક વસાવ્યાનું લખ્યું છે,૫૭૨ પરંતુ ધવલhકે એ સમય કરતાં તે વધુ પ્રાચીન છે; અને કથાસરિત્સાગરમાં ધવલ નામના નગરને ઉલ્લેખ થયેલે પણ છે.૫૭૩ એમ લાગે છે કે કદાચ એ મૂળમાં ધવા (> પ્રા. ઘર-ધવલ નામનું નગર) હોય અને લોકજીભે પ્રા. વરુક્ષ થઈ વરદ બની રહ્યું હેય. એક કાલનું સમૃદ્ધ રાજધાનીનું ભાંગી પડેલું આ નગર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું મુખ્ય મથક છે; ભાંગી પડેલી દશામાં એના પશ્ચિમ ભાગે આવેલું, મીનલસર” કે “મલાવ તળાવ એની પૂર્વ જાહોજલાલીનું સ્મરણ કરાવે છે. ધોળકામાં શિવ-વિષ્ણુ વગેરેનાં જૂનાં પ્રાચીન મંદિર છે, તેઓમાંના મહાકાલીના મંદિરમાં બ્રહ્મા-સાવિત્રીની તેરમી સદીની ૫૭૪ આરસપ્રતિમા નોંધપાત્ર છે. એનાથી પૂર્વની પ્રાફ-સોલંકીકાલની નવરાહની મોટી મૂર્તિ ગાંધીવાડામાં આવેલા વરાહમંદિરમાં છે, જે અદ્યાપિ પૂજાય છે. ૫૭૪માં બાહલેડનગર: પ્રબંધચિંતામણિમાં આ નગર સોમનાથ પાટણ જવાના ભાર્ગમાં આવ્યું હોય એ રીતે બતાવવામાં આવ્યું છે. એમનાથ જતાં અહીં ગુર્જરેશ્વર તરફથી યાત્રાવેરે લેવાતો હતે; પણ મયણલદેવીના આગ્રહથી સિદ્ધરાજે બેત્તેર લાખને ઈજારે રદ કરી સર્વ કેઈ માટે કર માફ કરી નાખે.૫૭૫ પુરાતનપ્રબંધસંગ્રહમાં એને જ સંક્ષેપ આપવામાં આવ્યો છે.૫૭૧
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy