________________
૧૧ મું]
પ્રાચીન ભૌગોલિક ઉલેખે [ ૩૭ અને ઉદયન મંત્રીને ઘેર રહ્યા હતા; આ. હેમચંન્ને પિતા ચાચિગ આહારપાણી છોડી પુત્રની પાછળ આ કર્ણાવતી'માં આવ્યો હતો; એના મનનું સમાધાન ઉદયને અહીં કર્યું હતું અને એ બાલકની દીક્ષા અહીં થઈ હતી.૫૪૯ પુરાતન પ્રબંધસંગ્રહમાં “કર્ણાવતી’ના જૈનસંઘની વિનંતિથી દેવાચાર્ય આવ્યા, ચાતુર્માસ રહ્યા, અને દિગંબર કુમુદચંદ્ર મો, વગેરે પ્રબંધચિંતામણિવાળ વાદ પ્રસંગ કહેવામાં આવ્યો છે.૨૫૦
કર્ણાવતી ઈ. સ. ૧૦૯૪માં, બાલ સિદ્ધરાજના રાજ્યાભિષેક પછી, કણે આબાદ કરી તે પહેલાં સમર્થ વૈયાકરણ બુદ્ધિસાગરજીએ “નિર્વાણલીલાવતીકથા' ઈ. સ. ૧૦૨૬-૧૦૩૯ વચ્ચે “આશાપલ્લીમાં રચી હતી; કર્ણાવતી વસાવ્યા પછી પણ બહદુગચ્છના એક હરિભદ્રસૂરિએ ઈ. સ. ૧૧૧૬ માં “આગમિકવિચારસારપ્રકરણની વૃત્તિ, ઉપકેશગ૭ના યશોદેવરિએ ઈ. સ. ૧૧૨૨ માં પ્રાકૃત “ચંદ્રપ્રભચરિત’ને આરંભ, અને શ્રીમાલ નાગિલના પુત્રોની વસતિમાં આવીને રહેલા માલધારી ચંદ્રસૂરિએ ઈ. સ. ૧૧૩૭ માં “મુનિસુવ્રતચરિત', અને વાદિદેવસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ “વાદરથલ” અહીં રચ્યાં હતાં; ઊકેશવંશના વિસલને પુત્ર કર્ણાવતી'માં આવી વસ્ય; એને ચેથા પુત્ર ચા “કર્ણાવતી’નું ભૂષણ હતો, જેણે આશાપલી”માં દેવાલય કરાવેલું; ઈ. સ. ૧૪૦૨ માં ખરતરગચ્છના જિનભદ્રસૂરિએ જેસલમેર વગેરે સ્થળોએ ગ્રંથભંડારો સ્થાપ્યા તે પ્રમાણે “આશાપલ્લી-કર્ણાવતીમાં પણુ ગ્રંથભંડારની સ્થાપના કરેલી; તપાગચ્છના રત્નશેખરસૂરિના શિષ્ય હેમહંસગણિએ ઈ. સ. ૧૪૫૮ માં ઉદયપ્રભસૂરિના આરંભસિદ્ધિ ગ્રંથ ઉપર વૃત્તિ આશાપલ્લીમાં રચી હતી; કોઈ લક્ષ્મસાગરસૂરિએ “આશાપલ્લીમાં સમલબ્ધિ નામની શ્રાવિકાને ગણિની'પદ ઈ. સ. ૧૪૬૧ લગભગમાં આપેલું; ઈ સ. ૧૪૬૩ માં જિનપદ્મસૂરિના નેમિનાથ ફાગુ'ની નકલ કાઈ મતિકલા નામની સાથ્વી માટે આશાપલ્લીમાં કરવામાં આવેલી; ૧૧૦ વર્ષ પછી ઈ. સ. ૧૫૭૩ માં દેવરત્નસૂરિ નામના આચાર્યો ચાતુર્માસ “આશાપલ્લી'માં કરેલું, એ સમયે ઈ. સ. ૧૫૧૬ માં રચાયેલા “મહીપાલને રાસની નકલ સમજી ઋષિએ આશાપલ્લીમાં કરેલી.૫૫૧ અહમદશાહે ઈ. સ. ૧૪૧૧ માં અમદાવાદની કરેલી સ્થાપના પછી ૧૬ર વર્ષે પણ આમ આશાપલ્લી'નું અસ્તિત્વ અનુભવાય છે. કર્ણાવતી – આશાપલ્લીનું સહ-અસ્તિત્વ અને કર્ણાવતી-અમદાવાદનું સહઅસ્તિત્વ પણ જોવા મળે છે, જેમકે પેથડશાહના પુત્ર ઝઝણે ઈ. સ. ૧૨૮૪ માં મંડપદુર્ગ(માંડલ)થી સંધ કાઢો ત્યારે એ વામનસ્થલી અને પ્રભાસ થઈ “કર્ણાવતી’