________________
કર)
ઇતિહાસની પૂર્વભૂમિકા કલાપક ત્રિક કાલમાં સૌરાષ્ટ્રમાં “કાલાપથક સંજ્ઞાથી એક પથક દાનશાસનમાં જોવા મળે છે. શીલાદિત્ય ૧ લા ઉ ધર્માદિત્યના ઈ.સ. ૬૦૫ ના તૂટક દાનશાસનમાં “...પથ' શબ્દથી “કલાપકપથકે સમજાય છે.૪૦૨ ધરસેન ૩ જાના ઈ. સ. ૬૨૩ ના, ધ્રુવસેન ૨ જાના ઈ. સ. ૬૨૯ ના, ધરસેન ૪થાના ઈ. સ. ૬૪૫ ના અને શીલાદિત્ય ૨ જાના ઈ. સ. ૬૬૬ ના એ દાનશાસનમાં૪૦૩ એનું સ્પષ્ટ સૂચન છે. શીલાદિત્ય ૩ જાના ઈ. સ. ૬૬૪ ના તેમજ ઈ. સ. ૬૬પ ના દાનશાસનમાં પાઠની શુદ્ધિ નથી, પણ ત્યાં કાલાપકપથક ઉદ્વિષ્ટ છે. પથકના નામ માત્રથી એ પથકનું વડું મથક રાજકેટની દક્ષિણ-પશ્ચિમ દિશાએ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનું વડું મથક કાલાવડ તદ્દન સ્પષ્ટ છે.
પુષ્યસાબપુરઃ મિત્રક શીલાદિત્ય ૩ જાના ઈ. સ. ૬૬૬ ના અને ૭૬ ના -એ બે દાનશાસનમાં “પુષ્યસાંબપુરથી નીકળીને વલભીમાં આવી રહેલા બ્રાહ્મણને દાન આપવામાં આવ્યાં છે.૪૦૫ આ “પુષ્યસાબપુરએ જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાનું ખંભાળિયાથી ઉત્તર-પશ્ચિમે ૧૧ કિ. મી. (સાત માઈલ) ઉપર આવેલું “સામોર હેવાની શક્યતા છે.૪૦૬
વર્ધમાનઃ મૈત્રકકાલના “ભુક્તિ” નામના વહીવટી ભૂભાગ તરીકે વર્ધમાન”(વઢવાણ)નું અસ્તિત્વ જાણવામાં આવ્યું છે. શીલાદિત્ય ૫ માનાં ઈ. સ. ૭૨૧ અને ઈ. સ. ૭૨૨ નાં દાનશાસનમાં “વર્ધમાનભુક્તિમાંથી આવેલા બ્રાહ્મણોને દાન આપવાનું મળે છે.૪૦૭ ઈ. સ. ૭૮૩-૮૪ માં જયસેનસૂરિએ હરિવંશપુરાણની રચના “જયવરાહ’ નામના રાજાના સમયમાં વર્ધમાનપુરમાં ક્યનું કહ્યું છે. ૪૦૮ ચાપવંશને ધરણીવરાહ ઈ. સ. ૯૧૭–૧૮માં વર્ધમાનપુરમાં સત્તા ઉપર હતા એ એના એકમાત્ર મળતા દાનશાસનથી જાણવા મળે છે ૪૦૯ અહીં જ દિગંબર સંપ્રદાયના આચાર્ય હરિજેણે કથાકેશની રચના ઈ. સ. ૯૩૩માં કર્યાનું પણ જાણવામાં આવ્યું છે. ૧૦ પ્રબધામાં પ્રબંધચિંતામણિ સિદ્ધરાજે નવઘણ નામના આભીરરાજાને કબજે કરવા, પોતે અગિયાર વાર એનાથી હારેલે હાઈ વર્ધમાન વગેરે નગરોમાં કેટ તૈયાર કરાવીને એના તરફ કૂચ કર્યાનું નેધે છે. એ પછી કુમારપાલના સમયમાં એનાથી દલનાયકપદ પામીને ઉદયન મંત્રીએ સૌરાષ્ટ્રમાં કૂચ કરી જતાં “વર્ધમાનપુરમાં યુગાદિદેવઋષભદેવના મંદિરને જીર્ણોદ્ધાર કર્યાનું નોંધ્યું છે.૪૧૨ અને મેરૂતુંગાચાર્યું પ્રબંધચિંતામણિની રચના “વર્ધમાનપુરમાં જ ઈ. સ. ૧૩૦૫ માં પૂરી કર્યાનું