________________
૧૧ મું] પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ
[૩૫૩ કુમારપાલ, ઉઘાડે પગે, દડમજલ ચાલ વલભી નજીક આવ્યો હતો, જ્યાંથી પ્રયાણ કરવાની પૂર્વે ગુરુ તરફની ભક્તિના ઉપલક્ષ્યમાં શ્રી ઋષભદેવ અને પાર્શ્વનાથની મૂર્તિઓ સ્થાપી એમના બે પ્રાસાદ (દેરાસર) કરાવ્યા હતા. ૩૨૮
રાજપૂતોની એક શાખા અને જેમાંથી એક શાખા કાઠીઓમાં ગઈ તે “વાળા’ વલભીના મૈત્રકોના અવશેષ હોવાનું કહેવામાં આવે છે. ૨૯ એમના જ નામથી વળા-શિહેર વગેરેને ગોહિલવાડને પ્રદેશ જૂના સમયથી “વાલાક કહેવાય છે.૩૩૦ પ્રબંધચિંતામણિએ સિંહપુર(સિહોર)ને “વાલાક દેશની દુર્ગ (વિકટ)ભૂમિ'માં આવેલું કર્યું છે,૩૩૧ તો વિવિધતીર્થકલ્પમાં “પાલિતાણય’ પાલીતાણા)ને “વાલકર (વાલાક) જનપદમાં કહ્યું છે. ૨૩૨ વલભી સાથે સંબંધ હોય તેવી જ્ઞાતિઓમાં “વલ્યમ (સુધારીને 7મી) બ્રાહ્મણ અને “વાલભ કાયસ્થ” જાણવામાં છે. આમાંથી વાલભ કાયસ્થીને ઉલ્લેખ “ઉદયસુંદરીથામાં અને અમોઘવર્ષ ૧ લાના સંજાણવાળ ઈ. સ. ૮૭૧ ના દાનશાસનમાં થયું છે. ૨૩૩
હસ્તક૯૫–હસ્તિક૫-હસ્તવપ્ર-હસ્તકવપ્ર : ઉત્તરાધ્યયનસૂત્રની નેમિચંદ્રની વૃત્તિમાં એવું મળે છે કે ઠારવતીનું દહન થયા પછી બલરામ અને શ્રીકૃષ્ણ ત્યાંથી પૂર્વ તરફ નીકળીને હસ્તિકલ્પ નગરમાં આવ્યા હતા; ત્યાંના અચ્છદંત રાજાને હરાવી પછી કેસું બારણ્યમાં જઈ પહોંચ્યા હતા.૩૩૪ આ નગર સુરાષ્ટ્રમાં આવેલું હતું અને એ વિશે જૈન ગ્રંથમાં હસ્તકલ્પ તરીકે બીજે પણ ઉલ્લેખ થયે છે.૩૩૪ પુરાતનપ્રબંધસંગ્રહમાં આપેલા અંબુચીચપપ્રબંધમાં વિદુર બ્રાહ્મણવેશે અને શ્રીકૃષ્ણ એના શિષ્યબટુવેશે હતિક૯૫પુરમાં (કાને બહેરા) અંબુચીચ રાજા પાસે ગયા અને વિદુર માટે ૧૬ ગદિયાણા અને શ્રીકૃષ્ણ માટે કરોડ લખાઈને આવ્યાના કથાનકમાં ૩૩૫ હતિકલ્પપુર એ આ નગર સમજાય છે. દ્વારકાથી કસુંબારણ્ય જતાં વચ્ચે આવતું “હસ્તિકલ્પ’ એ ગોહિલવાડનું બહાથ લાગે છે. ૩૩૧ એ “હરતવપ્ર” કે હસ્તકવપ્ર’ તરીકે પણ ઓળખાતું ૩૩પેરિસના લેખકે “અસ્તપ્ર’ કહ્યું છે ૩૩૭ તે આ “હરતકવપ્ર છે. આ હરતવપ્ર “આહરણ” તરીકે મિત્રવંશના કોણસિંહના દાનશાસન (ઈ. સ. ૫૦૨), ધ્રુવસેન ૧લાનાં દાનશાસને (ઈ. સ. પર ૫ થી ૫૨૯ નાં) અને ધરસેન ર જાના દાનશાસન (ઈ. સ. ૧૮૮)માં ઉલિખિત છે. ૩૩૮ ઘુવસેન ૧ લાનાં બે દાનશાસને (ઈ.સ. પરપ, પ૨૯)માં તથા ધરસેન ૩ જાના દાનશાસન(ઈ.સ. ૬૨૩)માં એને નગર તરીકે ઉલ્લેખ